કોંગ્રેસ સાંસદ મહાબલ મિશ્રા સામે સમન જારી

સમન જારી કરતા કોર્ટે કોંગ્રેસ સાંસદને 18 ફેબ્રુઆરીના રોજ હાજર થવાનો આદેશ આપ્યો છે. મહિલાઓની સાથે શારિરીક અપરાધના મામલે સુનવણી માટે ઘડવામાં આવેલી ફાસ્ટ ટ્રેક કોર્ટે આ નિર્દેશ અને સમન જારી કર્યો છે. કોર્ટે સાંસદ મહાબલ મિશ્રા, તેમની પત્ની ઉર્મિલા અને ભાઇ હીરા મિશ્રાની સામે સમન જારી કર્યુ છે.
જોકે કોર્ટે કોંગ્રેસ સાંસદ મહાબલ મિશ્રાને વ્યક્તિગત રીતે રજૂ થવાની છૂટ આપી હતી. પરંતુ સમનની સતત અવગણના થવા બદલ કોર્ટે તેમની સામે સમન જારી કરી 18 ફેબ્રુઆરીના રોજ હાજર થવાનો નિર્દેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે મહાબલ મિશ્રા પશ્ચિમ દિલ્હીમાંથી કોંગ્રેસી સાંસદ છે.












Click it and Unblock the Notifications
