મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડેપ્યુટી સીએમ બન્યા સુનેત્રા પવાર, ભીની આંખે લીધા શપથ
Maharashtra 1st Women Deputy CM Sunetra Pawar: સ્વર્ગસ્થ અજિત પવારના અવસાન બાદ તેમના પત્ની સુનેત્રા પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. 31 જાન્યુઆરી 2026 (શનિવાર) ના રોજ લોકભવન ખાતે સાંજે પાંચ વાગ્યે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને ડેપ્યુટી સીએમ પદના શપથ લેવડાવ્યા હતા. આ પદ સંભાળતાની સાથે જ સુનેત્રા પવારે મહારાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે પોતાનું નામ નોંધાવ્યું છે.

અજિત પવારના નિધનના 3 દિવસ બાદ ભીની આંખે શપથ લીધા
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પ્લેન ક્રેશ દુર્ઘટનામાં થયેલા નિધનના ત્રણ દિવસ બાદ, શનિવારે સુનેત્રા પવારને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. પતિના આકસ્મિક મૃત્યુના ગમમાં ડૂબેલા સુનેત્રા પવાર જ્યારે શપથ લઈ રહ્યા હતા, ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા અને અવાજ પણ રૂંધાઈ રહ્યો હતો.
શપથ લેતા પહેલા અજિત પવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા બાદ અને નાયબ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરતા પહેલા, સુનેત્રા પવારે સત્તાવાર નિવાસસ્થાન 'દેવગીરી' બંગલે અજિત પવારને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉલ્લેખનીય છે કે સ્વર્ગસ્થ અજિત પવાર મહારાષ્ટ્રમાં છ વખત ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે.
સુનેત્રા પવારે લડવી પડશે ચૂંટણી
સુનેત્રા પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપી દીધું છે. આ પદ પર ટકી રહેવા માટે તેમણે અજિત પવારના નિધનથી ખાલી પડેલી બારામતી બેઠક પરથી પેટાચૂંટણી લડવી પડશે.
#WATCH | Mumbai, Maharashtra: Sunetra Pawar, leader of the NCP legislative party and wife of late Deputy CM Ajit Pawar, takes oath as Deputy CM of Maharashtra at the Lok Bhavan
— ANI (@ANI) January 31, 2026
Maharashtra CM Devendra Fadnavis, Deputy CM Eknath Shinde and other leaders present. pic.twitter.com/qL8IIvNeoR
#WATCH | Mumbai | Acharya Devvrat, Governor of Maharashtra, CM Devendra Fadnavis, newly sworn-in Deputy CM Sunetra Pawar, and Deputy CM Eknath Shinde leave Lok Bhavan after the swearing-in ceremony concludes. pic.twitter.com/qVkp1LUyNf
— ANI (@ANI) January 31, 2026
મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રીઓની યાદી
- નાસિકરાવ તિર્પુડે: મહારાષ્ટ્રના પ્રથમ નાયબ મુખ્યમંત્રી (1978)
- સુંદરરાવ સોલંકે: (1978 - 1980)
- રામરાવ આદિક: (1983 - 1985)
- ગોપીનાથ મુંડે: (1995 - 1999) - ભાજપના પ્રભાવશાળી નેતા
- છગન ભુજબળ: (1999-2003 અને 2008-2009)
- વિજયસિંહ મોહિતે-પાટીલ: (2003 - 2004)
- આર. આર. પાટીલ: (2004 - 2008) - લોકપ્રિય નામ "આબા"
- અજિત પવાર: (કુલ 6 વાર ડેપ્યુટી સીએમ - છેલ્લે 2024થી જાન્યુઆરી 2026 સુધી)
- દેવેન્દ્ર ફડણવીસ: (2022 - 2024)
- એકનાથ શિંદે: (5 ડિસેમ્બર 2024થી વર્તમાન સુધી ડેપ્યુટી સીએમ તરીકે)
- સુનેત્રા પવાર: (31 જાન્યુઆરી 2026થી કાર્યકાળ શરૂ)
-
ગુજરાત રાજ્યની GST આવકમાં 19 ટકાનો વધારો -
India Flights Resume : મધ્ય પૂર્વથી ભારત માટે ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ, ઇન્ડિગો અને અમીરાતે રાહત ફ્લાઇટ્સ શરૂ કરી -
કીર્તિ પટેલ-ઈન્દ્રભારતી બાપુ વચ્ચે સમાધાન, મૃગી કુંડમાં સ્નાન કરતા શરૂ થઈ હતી બબાલ -
ભારત આ દેશ સાથે પહેલી વખત વન ડે સિરીઝ રમશે, કાર્યક્રમ જાહેર -
દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે સારા સમાચાર, સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો -
ઈરાન યુદ્ધને પગલે અમદાવાદ એરપોર્ટ પર હંગામાનો માહોલ -
Stock Market Today : મધ્ય પૂર્વના તણાવે રોકાણકારોને રડાવ્યા, સેન્સેક્સ-નિફ્ટી ઉંઘા માથે પડ્યા -
માર્ચ મહિનો કેટલો ગરમ રહેશે? ગરમીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી -
અમદાવાદ કોર્પોરેશન દ્વારા શાહપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને મંજૂરી -
ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઇનલ ટાઇ થઈ તો? જાણો ફાઇનલ કઈ ટીમ રમશે? -
ખેડૂતો માટે આવનારૂ વર્ષ કેવુ રહેશે? હોળીની જ્વાળાઓ શું સંકેત આપે છે? -
માર્ચ મહિનામાં જ ગરમી રડાવશે, અલ-નીનોને લઈને મોટી આગાહી








Click it and Unblock the Notifications
