"સની લિયોનની અશ્લિલ કોન્ડોમ એડથી બળાત્કારની ઘટનાઓમાં વધારો"
નવી દિલ્હી: ફરી એકવખત એડલ્ટ સ્ટાર સની લિયોનને લઈને વિવાદીત નિવેદન આપવામાં આવ્યું છે. CPIના વરિષ્ઠ નેતા અતુલ અંજાને કહ્યું છે કે સની લિયોનના કોન્ડોમ વિજ્ઞાપનના કારણે દેશમાં બળાત્કારની ઘટનાઓ વધી રહી છે.

સની લિયોનની કોન્ડોમ એડ એટલી ગંદી છે કે તેને જોઈને લોકોની અંદર ગંદા વિચારો જન્મ લઈ રહ્યાં છે. આ વાત CPIના વરિષ્ઠ નેતા અતુલ અંજાને મંગળવારે યુપીમાં ગાઝીપુરમાં એક જાહેરસભાને સંબોધિત કરતા કહી હતી. જો કે પોતાના સંબોધનમાં તેઓ કેનેડાથી આવેલી સની લિયોનને ઓસ્ટ્રેલિયામાંથી આવેલી કહી ગયા.
સભાને સંબોધિત કરતા અંજાને કહ્યું કે ઓસ્ટ્રેલિયાથી આવેલી સની લિયોનને મહેશ ભટ્ટે હિરોઈન બનાવી દીધી છે. પણ તેની અદાઓ અને અશ્લીલ હરકતોને કારણે દેશમાં બળાત્કાર, અપહરણ, છેડતી, જેવા કિસ્સા વધી રહ્યાં છે. દેશમાં સની લિયોનના માધ્યમથી અપસંસ્કૃતિ ફેલાવવામાં આવી રહી છે.
સાંભળો CPI નેતા અતુલ અંજાનનું વિવાદીત નિવેદન












Click it and Unblock the Notifications
