For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રણ મહિલાઓને ડાકણ ગણાવીને વાળ કાપી દીધા, ઢોર માર મારી, નિર્વસ્ત્ર કરીને...

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાંથી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે તેને સાંભળીને તમારી પણ રુહ કાંપી જશે.

|
Google Oneindia Gujarati News

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાંથી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે તેને સાંભળીને તમારી પણ રુહ કાંપી જશે. વાસ્તવમાં અહીં હથોડી પોલિસ સ્ટેશન ક્ષેત્રની ત્રણ મહિલાઓ પર ડાકણ હોવાનો આરોપી લગાવીને તેમને પહેલા ઢોર માર મારવામાં આવ્યો. પછી પંચાયત બોલીવીને તેમના માથાના વાળ કાપી દીધા. જ્યારે આટલાથી પણ લોકોનુ મન ન ભરાયુ તો ત્રણે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને આખા ગામમાં ફેરવી. ઘટના લૉકડાઉન દરમિયાન ત્યારે બની જ્યારે ભીડ એકઠી ન થવા દેવા માટે પોલિસ વિશેષ સતર્ક છે. આ ઘટનાનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મામલાની નોંધ લઈને પૂર્વ મુઝફ્ફરપુરના એસડીઓનુ નિવેદન સામે આવ્યુ છે. એસડીઓની માનીએ તો સમગ્ર કેસની તપાસ બાદ પોલિસ લોકોને ચિહ્નિત કરીને કાર્યવાહી કરશે.

શું છે કેસ

શું છે કેસ

કેસ મુઝફ્ફરપુરના હથોડી પોલિસ સ્ટેશન અંતર્ગત એક ગામનો છે. માહિતી અનુસાર ગામના અમુક દબંગોએ ત્રણ મહિલાઓ પર તંત્ર-મંત્ર સીખવાનો આરોપ લગાવીને પંચાયત બોલાવી હતી. ગ્રામીણોની ભીડ વચ્ચે પંચોએ ત્રણે મહિલાઓને ડાકણ ગણાવીને હેવાનિયત ભરી સજા આપી. પંચાયતના ચુકાદા અનુસાર ભીડે પહેલા મહિલાઓને ઢોર માર માર્યો પછી માથુ મુંડીને મેલુ પીવડાવ્યુ. ત્યારબાદ નિર્વસ્ત્ર કરીને આખા ગામમાં ફેરવી.

ખુદને નિર્દોષ ગણાવતી રહી મહિલાઓ

ખુદને નિર્દોષ ગણાવતી રહી મહિલાઓ

આ દરમિયાન મહિલાઓ ખુદને નિર્દોષ ગણાવતી રહી અને છોડી દેવા માટે આજીજી કરતી રહી પરંતુ કોઈએ સાંભળ્યુ નહિ. ભીડમાં શામેલ અમુક લોકો તેમને ડાકણ કહીને મારતા રહ્યા. ત્યારબાદ મહિલાઓના વાળ કાપીને ગામમાં ફેરવી. જણાવવામાં આવી રહ્યુ છે કે કથિત પંચોએ પોલિસ પાસે જવા પર પરિવારને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી. ઘટના બાદ મહિલાઓ શોકમાં છે. આ બાબતે ગામમાં કોઈ મોઢુ ખોલવા માટે તૈયાર નથી. જો કે કોઈએ ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ કરી દીધો છે.

તપાસ બાદ હશે કાર્યવાહીઃ એસડીઓ

તપાસ બાદ હશે કાર્યવાહીઃ એસડીઓ

ત્રણ મહિલાઓને ડાકણ ગણાવીને અને વાળ કાપવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલિસ-પ્રશાસક અધિકારીઓમાં હોબાળો મચી ગયો. પૂર્વ મુઝફ્ફરનગરના એસડીઓ કુંદર કુમારે જણાવ્યુ કે વાયરલ વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યુ કે આ એક ગુનો છે, આ કેસની તપાસ બાદ પોલિસ કાર્યવાહી કરશે. જે પણ દોષી છે તેમને ચિહ્નિત કર્યા બાદ ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ માલદીવ અને યુએઈમાં ફસાયેલા લોકો માટે નેવીએ મોકલ્યા 3 જહાજઆ પણ વાંચોઃ માલદીવ અને યુએઈમાં ફસાયેલા લોકો માટે નેવીએ મોકલ્યા 3 જહાજ

English summary
superstition of the three women being 'witches', due to which the women were beaten up
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X