છગન ભુજબળને મંત્રીમંડળમાં સામેલ ન કરાતા સમર્થકોનો એનસીપી ઓફિસ બહાર હંગામો મચાવ્યો
મહારાષ્ટ્રમાં નવી સરકાર બન્યા બાદ મંત્રીમંડળનું વિસ્તરણ કરાયુ છે. આ વિસ્તરણ સાથે જ હંગામો સર્જાયો છે. મંત્રીપદ ન મળતા છગન ભુજબળ નારાજ થયા છે.

સમાચારો અનુસાર, મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી ન બનાવાતા છગન ભુજબળ નારાજ છે અને તેમના સમર્થકો હંગામો કરી રહ્યાં છે. છગન ભુજબળના સમર્થકોએ નાશિકમાં NCP કાર્યાલયની બહાર ટાયરો સળગાવ્યા હોવાના પણ સમાચાર છે.
જણાવી દઈએ કે, નવી મહાયુતિ સરકારમાં 39 મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાં ભાજપના ક્વોટામાંથી 19 મંત્રીઓ, શિવસેના શિંદે જૂથના ક્વોટામાંથી 11 મંત્રી જ્યારે NCP અજિત પવારના ક્વોટામાંથી 9 મંત્રી બનાવવામાં આવ્યા છે.
આ 9 મંત્રીઓમાં એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જેના કારણે તેમના સમર્થકો નારાજ છે. જણાવી દઈએ કે, છગન ભુજબળ એ નેતાઓમાં સામેલ છે જે શરદ પવાર સાથે દગો કરીને અજીત પવારની એનસીપી સાથે મળીને શિંદે સરકાર બનાવી હતી.












Click it and Unblock the Notifications
