For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હવે કોર્ટની કાર્યવાહી લાઈવ થશે

રાષ્ટ્રીય મહત્વના મામલામાં અદાલતની કાર્યવાહીની લાઈવ સ્ટ્રીમિંગ પર સુપ્રીમકોર્ટના ત્રણ જજોની બેન્ચ ઘ્વારા બુધવારે નિર્ણય સંભળાવવામાં આવ્યો.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય મહત્વના મામલામાં અદાલતની કાર્યવાહીની લાઈવ સ્ટ્રીમિંગ પર સુપ્રીમકોર્ટના ત્રણ જજોની બેન્ચ ઘ્વારા બુધવારે નિર્ણય સંભળાવવામાં આવ્યો. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ ઘ્વારા કોર્ટની કાર્યવાહીની લાઈવ સ્ટ્રીમિંગને પરમિશન આપતા જણાવવામાં આવ્યું કે તેની શરૂઆત સુપ્રિમકોર્ટથી થશે. તેના માટે નિયમોનું પાલન કરવામાં આવશે. કોર્ટની કાર્યવાહીની લાઈવ સ્ટ્રીમિંગ ન્યાય વ્યવસ્થામાં જવાબદેહી લઈને આવશે. કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે અદાલતી કાર્યવાહીની લાઈવ સ્ટ્રીમિંગ ઘ્વારા પારદર્શિતા વધશે.

Supreme Court allows live streaming

જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ નિર્ણય આવતા પહેલા જણાવવામાં આવ્યું હતું કે અમે ઓપન અદાલત લાગુ કરી રહ્યા છે. આ ટેક્નોલોજીનો દિવસ છે આપણે પોઝિટિવ વિચારવું જોઈએ અને જોવું જોઈએ કે દુનિયા ક્યાં જઈ રહી છે. જો ટેક્નોલોજી ઉપલબ્ધ છે કે આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલ કેકે વેણુગોપાલે સુપ્રીમકોર્ટમાં ગાઈડલાઈન દાખલ કરી હતી. તેના અનુસાર લાઈવ સ્ટ્રીમિંગ પાયલોટ પ્રોજેક્ટ તરીકે દેશની સર્વોચ્ચ અદાલતથી શરુ થશે.

આ પણ વાંચો: આધાર પર SC: આ સેવાઓ માટે આધાર સાથે લિંક કરવાની જરૂર નથી

કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે કેવા કેવા મુદ્દાઓને લાઈવ કરવું જોઈએ. લાઈવ સ્ટ્રીમીંગમાં સંવિધાનિક મુદાઓ અને રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ શામિલ હશે. જયારે વિવાહિક વિવાદ, નાબાલિક સાથે જોડાયેલા મામલા, રાષ્ટ્રીય સુરક્ષા અને સાંપ્રદાયિક (જેવા કે અયોધ્યા વિવાદ અને આરક્ષણ) મુદ્દાઓનું લાઈવ સ્ટ્રીમિંગ નહીં કરવામાં આવે. કોર્ટમાં લાઈવ સ્ટ્રીમિંગ માટે એક મીડિયા રૂમ બનાવવામાં આવી શકે છે, જેનો ઉપયોગ લિટિગેટ, પત્રકાર અને વકીલો કરી શકે છે.

આ પણ વાંચો: આધાર પર શું હતો વિવાદ? આ પાંચ સવાલોએ લોકોને કર્યા પરેશાન

English summary
Supreme Court allows live streaming of court proceedings, says, it will start from the Supreme Court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X