For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમકોર્ટે 10 દિવસમાં કેન્દ્ર સરકારને રાફેલની કિંમતની વિગતો આપવા કહ્યું

સુપ્રીમકોર્ટ ઘ્વારા કેન્દ્ર સરકારને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ 10 દિવસમાં રાફેલ એરક્રાફ્ટ સાથે જોડાયેલી કિંમતો અને બીજી પણ કેટલીક જાણકારીઓ એક સીલબંધ લેટરમાં કોર્ટને જમા કરાવે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમકોર્ટ ઘ્વારા કેન્દ્ર સરકારને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ 10 દિવસમાં રાફેલ એરક્રાફ્ટ સાથે જોડાયેલી કિંમતો અને બીજી પણ કેટલીક જાણકારીઓ એક સીલબંધ લેટરમાં કોર્ટને જમા કરાવે. સુપ્રીમકોર્ટે આદેશ આપ્યો છે કે તેઓ રાફેલ સાથે જોડાયેલી જાણકારીઓ જે કાનૂની છે, તેમને સાર્વજનિક કરે. તેની સાથે સાથે અરજીકર્તાઓ જેમને આ મામલે અરજી દાખલ કરી છે તેને ઓફશોર્ટ પાર્ટનર વિશે સૂચના આપે. 10 ઓક્ટોબરે સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારના વિરોધને બાજુ પર રાખતા સરકારને રાફેલ વિશે જાણકારી આપવા માટે આદેશ આપ્યો.

supreme court

કિંમત પર પહેલા સુપ્રીમકોર્ટે શુ કહ્યું હતું

સુપ્રીમકોર્ટે પોતાના પહેલા આદેશમાં સરકારને જણાવ્યું હતું કે તેઓ તે પગલાં વિશે જણાવે જેના હેઠળ ફ્રાન્સથી રાફેલ ખરીદવાની પ્રક્રિયાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી રાફેલને કારણે ઘણો હંગામો થયો છે. વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર ઘોટાળાનો આરોપ લગાવી રહી છે. 10 ઓક્ટોબરે મુખ્ય ન્યાયધીશ રંજન ગોગાઈ બેન્ચ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકારે રાફેલ જેટની કિંમત સાથે જોડાયેલા વિષય પર જવાબ નહીં આપવાની જરૂર નથી અને તેના વિશે કોઈ પણ સવાલ કરવામાં આવશે. બેન્ચના એટર્ની જનરલ કેકે વેણુગોપાલને આદેશ આપવામાં આવ્યો કે 29 ઓક્ટોબર સુધી તેમને જેટના ખરીદવાની પ્રક્રિયા વિશે જાણકારી આપવામાં આવે.

આ પણ વાંચો: જો રાફેલ પર તપાસ શરુ થઇ તો પીએમ મોદી જેલ જશે: રાહુલ ગાંધી

ત્યારપછી સોમવારે સુપ્રીમકોર્ટે નવી અરજીઓ સ્વીકાર કરવાની ના પાડી દીધી. ચીફ જસ્ટિસ રંજન ગોગાઈના નેતૃત્વમાં ત્રણ જજોની બેન્ચ ઘ્વારા સાફ કરી દેવામાં આવ્યું છે કે આ સંબંધમાં પહેલાથી જ ઘણી અરજીઓ છે, તેવામાં નવી અરજીઓ સાંભળવાની કોઈ જરૂર નથી. આપણે જણાવી દઈએ કે આ પહેલા શુક્રવારે કેન્દ્ર સરકારે ફ્રાન્સિસ કંપની ડેસોલ્ટ એવિયેશન પાસેથી 36 રાફેલ વિમાનની ખરીદીના સંબંધમાં નિર્ણય લેવાની પ્રક્રિયા વિશે પુરી જાણકારી કોર્ટમાં આપી હતી.

આ પણ વાંચો: સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે HAL ને રાફેલ ડીલ ન આપવાનું કારણ જણાવ્યુ

English summary
Supreme Court asks Centre to give details of the pricing details of Rafale aircraft in 10 days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X