For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો રાફેલ પર તપાસ શરુ થઇ તો પીએમ મોદી જેલ જશે: રાહુલ ગાંધી

મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પુરી તાકાતથી પ્રચાર કરતી જોવા મળી રહી છે. કોંગ્રેસ નેતાઓ દરેક રીતે જનતાને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પુરી તાકાતથી પ્રચાર કરતી જોવા મળી રહી છે. કોંગ્રેસ નેતાઓ દરેક રીતે જનતાને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સતત ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે. ઇન્દોર પહોંચેલા રાહુલ ગાંધીએ ફરી એકવાર પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે જો રાફેલ પર તપાસ શરુ થઇ તો પીએમ મોદી જેલ જશે.

આ પણ વાંચો: 2019 માટે રાહુલ, અખિલેશ અને તેજસ્વી યાદવે બનાવી આ રણનીતિ

પીએમ મોદી ભ્રષ્ટ છે

પીએમ મોદી ભ્રષ્ટ છે

પત્રકારોના સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી ભ્રષ્ટ છે, આ વાતમાં કોઈ જ શંકા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે રાફેલનો મુદ્દો સાફ છે અને જે દિવસે રાફેલ પર તપાસ શરુ થશે, તે દિવસે પીએમ મોદી જેલ જશે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે રાફેલ અંગે ફ્રાન્સમાં તપાસ શરુ થશે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ ડીલ ઘ્વારા પીએમ મોદીએ અનિલ અંબાણીને લાભ પહોંચાડવા માટે દરેક પ્રયાસ કર્યા છે.

રાફેલ અંગે પીએમ મોદી પર પ્રહાર

રાફેલ અંગે પીએમ મોદી પર પ્રહાર

રાહુલ ગાંધીએ કહ્યું કે જે દિવસે રાફેલ ડીલના કાગળો બહાર આવશે ત્યારે તેના પર ફક્ત બે નામ લખેલા હશે, એક નામ અનિલ અંબાણી અને બીજી નામ નરેન્દ્ર મોદી હશે. રાહુલ ગાંધીએ કહ્યું કે હવે આ મુદ્દો ચૂંટણી જીતવાનો નહીં પરંતુ પોતાને બચાવવાનો પણ છે. એટલા માટે રાતના સમયે સીબીઆઈ ચીફને હટાવવામાં આવ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે આ તે સીબીઆઈ ચીફ છે, જેની પસંદગી પીએમ મોદીએ જાતે કરી હતી.

સબરીમાલામાં મહિલાઓને પ્રવેશ મળે

સબરીમાલામાં મહિલાઓને પ્રવેશ મળે

સબરીમાલા પર સુપ્રીમકોર્ટના નિર્ણય પર રાહુલ ગાંધીએ પોતાનો વ્યક્તિગત મત આપતા જણાવ્યું કે તેમનું માનવું છે કે મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવાનો હક મળવો જોઈએ. પાર્ટીના વિચાર પર તેમને કહ્યું કે કેરળમાં આ પુરુષો અને મહિલાઓ માટે એક ભાવનાત્મક મુદ્દો છે. જયારે રામ મંદિર પર ભાજપ ઘ્વારા અધ્યાદેશ લાવવા પર પર રાહુલ ગાંધીએ કહ્યું કે હવે તેમની પાસે બીજું કઈ બચ્યું નથી.

આ પણ વાંચો: રાફેલ પર સવાલ કર્યો તો સીબીઆઈ ડાયરેક્ટરને હટાવી દીધા: રાહુલ ગાંધી

English summary
Rahul Gandhi said If inquiry starts in Rafale, Narendra Modi will go to Jail
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X