For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ પર સવાલ કર્યો તો સીબીઆઈ ડાયરેક્ટરને હટાવી દીધા: રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાન ઝાલાવાડમાં રેલીને સંબોધિત કરતા કહ્યું કે નરેન્દ્ર મોદીએ રાફેલ જાંચથી ગભરાઈને સીબીઆઈ ચીફને હટાવી દીધા છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાન ઝાલાવાડમાં રેલીને સંબોધિત કરતા કહ્યું કે નરેન્દ્ર મોદીએ રાફેલ જાંચથી ગભરાઈને સીબીઆઈ ચીફને હટાવી દીધા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે સીબીઆઈ ચીફ આલોક વર્મા રાફેલ ઘોટાળાનાં કાગળો તૈયાર કરી રહ્યા હતા. તેમને જબરજસ્તી રજા પર મોકલી દેવામાં આવ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રીનો મેસેજ સાફ છે કે કોઈ પણ રાફેલની નજીક આવશે તેમને હટાવી દેવામાં આવશે. દેશ અને સંવિધાન ખતરામાં છે.

આ પણ વાંચો: 2019 માટે રાહુલ, અખિલેશ અને તેજસ્વી યાદવે બનાવી આ રણનીતિ

ખેડૂતોની વિરુદ્ધ છે મોદી અને રાજે: રાહુલ ગાંધી

ખેડૂતોની વિરુદ્ધ છે મોદી અને રાજે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે ચોકીદારે કાલે રાત્રે સીબીઆઈ ડાયરેક્ટરને હટાવ્યા કારણકે સીબીઆઈ રાફેલ પર સવાલ ઉઠાવી રહી હતી. રાહુલે કહ્યું કે ભાજપની સરકાર ગરીબ અને ખેડૂત વિરોધી છે. મોદી મોટા મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ કરે છે, જયારે ખેડૂતોને મરવા દે છે. રાહુલે કહ્યું કે રાજસ્થાનની સરકારે ખેડૂતોને પાછળ ધકેલ્યા છે.

મોટા મોટા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવી રહ્યા છે મોદી: રાહુલ

મોટા મોટા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવી રહ્યા છે મોદી: રાહુલ

રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજી 35,000 કરોડ રૂપિયાના મનરેગાને ખાડા ખોદવાનું કહે છે. પરંતુ નીરવ ભાઈ, મેહુલ ભાઈ 35,000 કરોડ રૂપિયા લઈને ભાગી જાય છે ત્યારે કઈ નથી બોલતા. મેહુલ ચોક્સી અરુણ જેટલીની દીકરીને આઈસીઆઈસીઆઈ બેંક ખાતામાં પૈસા મોકલે છે, તેના પર પીએમ ચૂપ છે.

વસુંધરા રાજેએ સરકારી સ્કૂલો બંધ કરી દીધી

વસુંધરા રાજેએ સરકારી સ્કૂલો બંધ કરી દીધી

રાહુલ ગાંધીએ કહ્યું કે વસુંધરા રાજેએ રાજસ્થાનમાં 25000 સ્કૂલો બંધ કર્યા. સ્કૂલોમાં 50000 પોસ્ટ ખતમ કરી નાખી. 14 કોલેજમાં ફક્ત 2 માં પ્રિન્સિપાલ છે. અહીં તમને શિક્ષાનો અધિકાર નથી મળતો. રાહુલ ગાંધીએ કહ્યું કે અમને એવું ભારત જોઈએ છે જ્યાં ખેડૂતો અને યુવાનો પણ કહે કે અમારો અવાઝ દિલ્હી, જયપુર સુધી પણ સંભળાય છે. તેમને પણ વિશ્વાસ આવવો જોઈએ કે સરકાર અમારી સાથે ઉભી છે.

English summary
Congress President Rahul Gandhi in jhalawar Rajasthan CBI Rafale
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X