અયોધ્યા વિવાદઃ સુનાવણી પૂરી કરવા સુપ્રીમ કોર્ટે નવી ડેડલાઈન નક્કી કરી
અયોધ્યા વિવાદઃ સુનાવણી પૂરી કરવા સુપ્રીમ કોર્ટે નવી ડેડલાઈન નક્કી કરી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કહ્યું કે અયોધ્યા જમીન વિવાદ મામલે બંને પક્ષોની દલીલ 17 ઓક્ટોબ સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. અગાઉ સુનાવણી પૂરી કરવાની ડેડલાઈન 18 ઓક્ટોબર હતી. હવે એક દિવસ વહેલી સુનાવણી ખતમ થઈ જવાની વાત અદાલત તરફથી કહેવામાં આવી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ શુક્રવારે કહ્યું કે આગલા અઠવાડિયે દશેરાની રજા રહેશે. જેના આગલા અઠવાડિયે સોમવારે વક્ફ બોર્ડના વકીલ રાજીવ ધવન પોતાનું ક્રોસ એક્ઝામિનેશન પૂર્ણ કરી લેશે. મંગળવાર અને બુધવારે હિન્દુ પક્ષ તેના પર જવાબ આપશે. ગુરુવારે 17 ઓક્ટોબરે મૉડલિંગ ઑફ રિલીફ પર ચર્ચા થશે. અયોધ્યામાં 2.77 એકર જમીન પર રામ લલા, નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડ વચ્ચે વિવાદ છે.

રાજીવ ધવને શુક્રવારે કહ્યું કે તેઓ 14 ઓક્ટોબર સુધી પોતાની દલીલો પૂરી કરી લેશે અને તેનાથી વધુ સમય નહિ લે. અયોધ્યા મામલે ગત 37 દિવસથી સુપ્રીમ કોર્ટ દરરોજ સુનાવણી કરી રહ્યું છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી 5 સભ્યોની સંવિધાન પીઠ આ મામલે સુનાવણી કરી રહી છે. પીઠમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સિવાય જસ્ટિસ એસએસ બોબડે ડીવાઈ ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને અબ્દુલ નજીર છે.
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં વિવાદિત જમીનને લઈ અલ્હાબાદ હાઈકોર્ટે સપ્ટેમ્બર 2010ના પોતાના ફેસલામાં 2.77 એકરની વિવાદિત જમીનને રામ લલા, નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડ વચ્ચે સરખા ભાગમાં વહેંચવાનો આદેશ આપ્યો હતો. ત્રણેય પક્ષ આ આદેશથી નાખુશ દેખાયા હા અને સુપ્રીમ કોર્ટમાં મામલાને ખેંચી ગયા. જે બાદ હવે સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી ચાલી રહી છે.
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત










Click it and Unblock the Notifications
