નિર્ભયા ગેંગરેપ કેસઃ એમિકસ ક્યૂરીએ કર્યો હતો ફાંસીનો વિરોધ?

Written By:
Subscribe to Oneindia News

16 ડિસેમ્બર, 2012. ભારતીય ઇતિહાસમાં આ તારીખ કાળા અક્ષરે લખાઇ છે. આ દિવસે દિલ્હી માં ઘટેલ નિર્ભયા ગેંગરેપ કેસ થી સમગ્ર ભારત દેશ હચમચી ઉઠ્યો હતો. નિર્ભયા સાથે આ બર્બર કૃત્ય કરનાર આોપીઓની ફાંસીની સજા સુપ્રીમ કોર્ટે યથાવત રાખી છે. જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ બાનુમતિની બેંચ દ્વારા શુક્રવારે બપોરે લગભગ 2 વાગ્યે આ અંગે ચૂકાદો આપવામાં આવ્યો હતો, જે અનુસાર આ કેસના આરોપીઓને મળેલ ફાંસીની સજા યોગ્ય છે.

supreme court

27 માર્ચ, 2017ના રોજ સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ, એમિકસ ક્યૂરી અને દોષીઓના વકીલોની દલીલો સાંભળ્યા બાદ આ મામલે નિર્ણય મોકૂફ રાખ્યો હતો. આ દરમિયાન એમિકસ ક્યૂરી દ્વારા ફાંસીની સજાનો વિરોધ કરવામાં આવ્યો હતો. તે બીજી બાજુ, નિર્ભયાના પરિવારજનોએ દોષીઓની સજા કાયમ રાખવાની માંગ કરી હતી.

દિલ્હી પોલીસનો પક્ષ

દિલ્હી પોલીસ તરફથી સીનિયર એડવોકેટ સિદ્ધાર્થ લૂથરાએ પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું હતું કે, આ ચારેય દોષીઓએ જે બર્બર કૃત્ય કર્યું છે તે માટે તેમને ફાંસીની સજા થવી જોઇએ. તેમને સજામાં કોઇ રાહત ન મળવી જોઇએ. અદાલતે આ મામલે માત્ર પીડિતા જ નહીં, પરંતુ સમગ્ર સમાજ પર પડનાર પ્રભાવને ધ્યાનમાં રાખી નિર્ણય આપવો જોઇએ.

દોષીઓના વકીલોની દલીલ

દોષીતો તરફથી કેસ લડી રહેલ વકીલો એ.પી.સિંહ અને એમ.એલ.શર્માએ કહ્યું હતું કે, આ મામલે દોષિતોની ઉંમર, ફેમિલી બેકગ્રાઉન્ડ અને પરિસ્થિતિઓને જોતાં ફાંસીની સજા ન આપવી જોઇએ, તેમને સુધરવાની તક મળવી જોઇએ. તેમણે પોલીસ તપાસમાં પોલીસે એકઠા કરેલ પુરાવાઓ પર પણ સવાલ કર્યા હતા. જો કે, દિલ્હી પોલીસના વકીલ સિદ્ધાર્થ લૂથરાએ આ દલીલને નકારતાં કહ્યું હતું કે, તિહાડ જેલની રિપોર્ટ આ વાતનો પુરાવો છે કે, જેલમાં પણ આ દોષીતોનું વર્તન સારું નથી.

એમિકસ ક્યૂરીએ પણ કર્યો ફાંસીનો વિરોધ

આ મામલે અદાલતના સીનિયર એડવોકેટ રાજૂ રામચંદ્રન અને સંજય હેગડેને એમિકસ ક્યૂરી નિમવામાં આવ્યા છે. આ બંન્નેએ પોતાની દલીલોમાં દોષીતોને ફાંસીની સજામાંથી રાહત આપવાની વાત કરી હતી. સંજય હેગડેનું કહેવું હતું કે, આ ગુનો ખૂબ ગંભીર છે, પરંતુ એના જવાબમાં ચાર લોકોની જિંદગી લઇ લેવી યોગ્ય છે? સંજય હેગડે અનુસાર, આ મામલે પોલીસ તરીફથી જો પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે, તે દોષીતોને ફાંસીની સજા આપવા માટે પર્યાપ્ત નથી. તો બીજી બાજુ સીનિયર એડવોકેટ રાજૂ રામચંદ્રનનું કહેવું છે કે, દોષીતોને આજીવન કેદની સજા કરવી એ એક વિકલ્પ છે.

16 ડિસેમ્બર, 2012

16 ડિસેમ્બર, 2012ના રોજ દિલ્હીમાં ચાલતી બસમાં નિર્ભયા સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, દુષ્કર્મ બાદ તેને અધમરેલી હાલતમાં ચાલતી બસમાંથી નીચે ફેંકી દેવામાં આવી હતી. તેને સારવાર માટે સિંગાપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ઇલાજ દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. પોલીસે આ મામલે 6 આરોપીઓની ધરપકડ કરી હતી, આમાંથી એક આરોપી રામ સિંહે તિહાડ જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. અન્ય એક આરોપી સગીર હોવાથી તેને ત્રણ વર્ષની સજા સંભળાવતા સુધાર ગૃહ મોકલી દેવામાં આવ્યો હતો. બાકી બચેલ ચાર આરોપીઓને નીચલી અદાલતે ફાંસીની સજા સંભળાવી હતી, જે વિરુદ્ધ તેમણે દિલ્હી હાઇ કોર્ટમાં અપીલ કરી હતી. દિલ્હી હાઇ કોર્ટે આ અપીલ નકારતાં મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં અપીલ

ગેંગ રેપના ચારેય દોષીતો અક્ષય ઠાકુર, વિનય શર્મા, પવન ગુપ્તા અને મુકેશને સાકેત કોર્ટે 13 સપ્ટેમ્બર, 2013ના રોજ ફાંસીની સજા સંભળાવી હતી, જેને દિલ્હી હાઇ કોર્ટે યોગ્ય ઠરાવી હતી. જે પછી આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

English summary
The convicts Mukesh, Pawan, Vinay Sharma and Akshay Kumar Singh had approached the Supreme Court against the Delhi High Court decision confirming the death penalty awarded to them by the trial court.
Please Wait while comments are loading...