રામ મંદિર મુદ્દે BJPના ધારાસભ્ય બોલ્યા- કોર્ટ અમારી છે...

રામ મંદિર મુદ્દે BJPના ધારાસભ્ય બોલ્યા- કોર્ટ અમારી છે...

નવી દિલ્હીઃ ભાજપના ધારાસભ્ય અને યોગી સરકારના સહકાર મંત્રી મુકુટ બિહારી વર્માએ રામ મંદિર પર ટિપ્પણી કરતા વિવાદોમાં ફસયા છે. વર્મા બહરાઈચમાં ભાજપ સરકારની ઉપલબ્ધિઓ ગણાવી રહ્યા હતા દરમિયાન મીડિયા સાથેની વાતચીત કરતા એમણે કહ્યું કે ન્યાયપાલિકા, પ્રશાસન, દેશની સાથેસાથે રામ મંદિર પણ અમારું છે. મીડિયાના સવાલોના જવાબ આપતાં ભાજપના ધારાસભ્યએ કહ્યું કે, "ભાજપ પક્ષ વિકાસના મુદ્દા રપ સત્તામાં આવ્યો છે પરંતુ રામ મંદિરનું પણ નિર્માણ થશે કેમ કે તે જ અમારી પ્રતિબદ્ધતા છે."

mukut bihari varma

ધારાસભ્યએ કહ્યું કે રામ મંદિરની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે અને કોર્ટ અમારી છે. ન્યાયપાલિકા, પ્રશાસન અને દેશની સાથે રામ મંદિર પણ અમારું છે. કહ્યું કે, 'મંદિર બનાવવા માટે અમે લોકો સંકલ્પબદ્ધ છીએ.' જ્યારે એક પત્રકારે એમને યાદ અપાવ્યું કે હજુ આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને ફેસલો આવવાનો બાકી છે તો એમણે કહ્યું કે, "સુપ્રીમ કોર્ટમાં છે એટલે જ તો. સુપ્રીમ કોર્ટ પણ અમારી જ છેને, સુપ્રીમ કોર્ટ પણ અમારી છે અને ન્યાયપાલિકા પણ અમારી છે. વિધાનપાલિકા પણ અમારી છે અને આ દેશ પણ અમારો છે. મંદિર પણ અમારું છે." વર્મા છેલ્લી ચાર ટર્મથી બહરાઈચના ધારાસભ્ય છે, અત્યારે તેઓ યુપી સરકારમાં સહકાર મંત્રી છે.

ન્યૂઝ ચેનલમાં એમનું નિવેદન જેવું પ્રસારિત થયું તો તેમણે કહ્યું કે તેમના નિવેદનને ખોટા અર્થમાં લેવામાં આવ્યું છે. પરંતુ તેમણે તેમની સ્પષ્ટતા કરતી વખતે પણ ફરી એજ નિવેદનનું પુનરાવર્તન કરી બેઠા. એમણે કહ્યું કે, 'મારો મતલબ હતો કે સુપ્રીમ કોર્ટ આ દેશનો હિસ્સો છે અને તે અમારાથી જ જોડાયેલ છે અને અમને પુરો ભરોસો છે કે મંદિર અયોધ્યામાં જ બનશે.' એમણે સ્પષ્ટતા આપતા કહ્યું કે, 'અમે શું ખોટું કહ્યું કે સુપ્રીમ કોર્ટ પણ અમારી છે. અરે ભાઈ આ બધું અમારું જ છે. જ્યારે આ દેશ અમારો હોય તો આ બધું પણ અમારું જ હોવાનુંને.'

આ પણ વાંચો- AAPની રેલીમાં પહોંચ્યા ભાજપના બાગી નેતા, કેજરીવાલે આપી મોટી ઑફર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X