For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માન્ય લાઈસન્સ વિના કોવિડ-19 દવા બનાવવા અને વેચવા પર SCનું કડક વલણ, કેન્દ્રને નોટિસ મોકલી

માન્ય લાઈસન્સ વિના કોવિડ-19 દવા બનાવવા અને વેચવા પર SCનું કડક વલણ, કેન્દ્રને નોટિસ મોકલી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ ઘટવાનું નામ નથી લઈ રહ્યો અને મહામારીથી બચવા માટે અત્યાર સુધી એકેય વેક્સીન પણ તૈયાર નથી થઈ શકી. આ દરમ્યાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી તપાસ એજન્સી દ્વારા દસ ભારતીય ફાર્માસ્યુટિકલ ફર્મો વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરી છે. કથિત રીતે માન્ય લાઈસેન્સ વિના કોવિડ 19ના દર્દીના ઈલાજ માટે દવા બનાવવાની દિશામાં આ ફર્મો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે કોર્ટે કેન્દ્રને નિર્દેશ આપ્યો છે.

vaccine

દિલચસ્પ વાત એ છે કે કોરોના વાયરસના ઈલાજમાં કારગર મનાતી રેમેડીસવિર અને ફેવિપિરવીરના નિર્માણ અને વેચાણ માટે આ 10 ભારતીય ફાર્માસ્યુટિકલ ફર્મો વિરુદ્ધ એફઆઈર નોંધવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી કરતાં કેન્દ્રને આ મામલે નોટિસ મોકલી છે. અરજીમાં માંગવામાં આવ્યું હતું કે સરકાર માન્ય લાઈસન્સ વિના કોરોનાનો ઈલાજ કરતી વેક્સીનનું નિર્માણ કરી રહી છે તેવી કંપનીઓ પર કાર્યવાહી કરે.

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેને કોરોના, બોમ્બે હોસ્પિટલમાં દાખલકેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેને કોરોના, બોમ્બે હોસ્પિટલમાં દાખલ

ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં કોરોના વાયરસનો તાંડવ યથાવત છે, એવામાં જ્યાં સુધી વૈજ્ઞાનિકોને મહામારી વિરુદ્ધ વેક્સીન બનાવવામાં સફળતા ના મળે ત્યાં સુધી કોરોનાના હળવા લક્ષણો વાળા દર્દીઓ માટે રેમેડીસવિર અને ફેવિપિરવીર દવા વરદાન સાબિત થઈ છે. જો કે મહામારીનો ફાયદો ઉઠાવતાં કેટલાક ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ ફાયદો કમાવવા માટે માન્ય લાઈસન્સ વિના જ આ દવાનું નિર્માણ અને વેચાણ કરી રહ્યા છે. આના માટે કંપનીઓ દર્દીઓ પાસેથી તગડી રકમ પણ વસૂલી રહી છે. આવા ફર્મ સામે સુપ્રીમ કોર્ટે મોટું એક્શન લીધું છે.

English summary
supreme court issue notice to central government over covid 19 vaccine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X