સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર, પોતાનું કામ કરતા નથી અદાલતની આલોચના કર્યા કરે
SCએ કેન્દ્ર સરકારને આડેહાથ લીધી, કહ્યું તમારું કામ કરો
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અપરાધિક મામલાની તપાસમાં તેજી લાવવા, સ્પીડી ટ્રાયલ માટે પ્રભાવી પગલાં ન ઉઠાવવા અને આ માટે ન્યાયિક વ્યવસ્થાની આલોચના કરવાને લઈ કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે ન્યાયલયે કેન્દ્ર સરકારને કહ્યું કે તમે તમારી ડ્યૂટી પૂરી કરતા નથી અને અદાલતની કાર્યવાહીમાં સમય લાગવા અને ન્યાયમાં વિલંબની વાત કરી કોર્ટ પર સવાલો ઉઠાવો છો.

કેન્દ્રની ઝાટકણી કાઢી
જસ્ટિસ મદન ભીમરાવ લોકુરે એએસજી અમન લેખીને કડક અવાજમાં કહ્યું, તમે તમારા લોકોને કહો કે અદાલતની આલોચના બંધ કરે કેમ કે સરકાર ખુદ પોતાનું કામ નથી કરી રહી. તમે અપરાધિક મામલામાં સ્પીડી ટ્રાયલ માટે કોઈ પગલાં નથી ભરતા અને અદાલતની આલોચના કરતા કહે છે કે અહીંથી ન્યાયમાં મોડું થાય છે.

કેન્દ્ર પર ઉઠાવ્યા સવાલ
સુપ્રીમ કોર્ટે જેલોમાં બંધ કેદીઓની દુર્દશા પર રાજ્ય સરકારની ઢીલી નીતિ પર પણ સખ્તી દેખાડતા રાજ્ય સરકારને પૂછ્યું કે તેઓ આખરે કઈ નોટિસ જાહેર કર્યા બાદ પણ કેન્દ્રને જવાબ કેમ નથી આપી રહ્યા. કોર્ટે રાજ્યોને કહ્યું કે તેઓ જણાવે કે તેમણે પોતાના રાજ્યોની જેલોમાં બંધ કેદીઓની હાલત સુધારવા માટે કેવાં પગલાં ઉઠાવ્યાં છે.

રાજ્ય સરકારોએ ગંભીર થવાની જરૂર
અદાલતે કહ્યું કે રાજ્યોનું વલણ હેરાન કરનાર છે. કોર્ટે ગોવા અને મહારાષ્ટ્રનું નામ લેતા કહ્યું કે કેટલાય રાજ્યોના વકીલો તો અદાલતમાં હાજર પણ નથી રહેતા. કોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે રાજ્યોએ આ મામલે ગંભીર થવાની જરૂર છે. સાથે અદાલતે કેન્દ્ર સરકારને પણ આડેહાથ લીધી હતી.












Click it and Unblock the Notifications
