
ડેટા લીક પર સુપ્રીમ કોર્ટની કડકાઈ, ફેસબુક અને વૉટ્સએપને મોકલી નોટિસ
Supreme Court Notice To Facebook And Whatsapp: સુપ્રીમ કોર્ટે ફેસબુક અને વૉટ્સએપને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે ગોપનીયતા નીતિને પડકારતી અરજી પર સુનાવણી કરીને ફેસબુક અને વૉટ્સએપને નોટિસ મોકલી છે. આ દરમિયાન કોર્ટે કહ્યુ કે લોકોની ગોપનીયતા ખૂબ જ મહત્વની છે. આ વર્ષે જાન્યુઆરીમાં ફેસબુક અને વૉટ્સએપે ભારતમાં નવી પ્રાઈવસી પૉલિસી જાહેર કરી હતી. હવે આ મામલે આગળની સુનાવણી ચાર સપ્તાહ બાદ થશે.
દાખલ કરેલ અરજીમાં જણાવવામાં આવ્યુ છે કે વૉટ્સએપ અને ફેસબુકની નવી પૉલિસીથી લોકોની પ્રાઈવસીનુ હનન થઈ રહ્યુ છે. સાથે જ લોકોનો ડેટા લીક કરવામાં આવી રહ્યો છે. આરોપ એ પણ લગાવવામાં આવ્યો કે વૉટ્સએપ અને ફેસબુક યુરોપ માટે અલગ નિયમ રાખે છે અને ભારત માટે અલગ નિયમ છે ત્યારબાદ કોર્ટે બંને કંપનીઓ પાસેથી જવાબ માંગ્યો છે.
શું છે વૉટ્સએપની નવી પૉલિસી
વૉટ્સએપની નવી પૉલિસી હેઠળ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનુ ઈન્ટીગ્રેશન વધુ છે. એવામાં હવે યુઝર્સનો ડેટા ફેસબુક પાસે વધુ હશે. જો કે પહેલા પણ વૉટ્સએપનો ડેટા ફેસબુક પાસે જતો હતો. વળી, નવી પૉલિસીમાં મેસેજિંગ એપે કહ્યુ કે યુઝર વૉટ્સએપે કહ્યુ કે યુઝર વૉટ્સએપ પર જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ટ કે રિસીવ કરે છે તેનો યુઝ, રિપ્રોડ્યુસ, ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે દુનિયાભરમાં નૉન-એક્સક્લુઝીવ, રૉયલ્ટી ફ્રી, સબ્લિસેંસેબલ અને ટ્રાન્સફરેબલ લાયસન્ય આપે છે. આ ઉપરાંત કોઈ પણ યુઝર આ મેસેજિંગ એપનો ઉપયોગ માત્ર સીમિત ઉદ્દેશ માટે જ કરશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ આવ્યો પૉઝિટીવ