For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટ MCDથી નાખુશ, પૂછ્યુ - જ્યારે આજે સુનાવણી થવાની હતી તો તમે શાહીન બાગ કેમ પહોંચ્યા

એમસીડીના શાહીન બાગ વિસ્તારમાં દબાણ હટાવવાના અભિયાનને લઈને સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ એમસીડીના શાહીન બાગ વિસ્તારમાં દબાણ હટાવવાના અભિયાનને લઈને સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સોમવારે સવારે એમસીડીના લોકો શાહીન બાગમાં બુલડોઝર લઈને પહોંચી ગયા જેનો ભારે વિરોધ થયો છે. સુપ્રીમ કોર્ટે દક્ષિણી દિલ્લી નગર નિગમથી આ કાર્યવાહીને લઈને સવાલ કર્યા કે જ્યારે આ અદાલતમાં આ મામલે સુનાવણીની તારીખ હતી તો તમે શાહીન બાગમાં કથિત દબાણને ધ્વસ્ત કરવા માટે પોતાનુ અભિયાન કેમ શરુ કર્યુ.

shahin bagh

સુપ્રીમ કોર્ટે એમસીડીને સવાલ કર્યો છે કે જ્યારે અતિક્રમણ સામે કાર્યવાહીનો કેસ પહેલેથી જ કોર્ટમાં છે અને આજે એના પર સુનાવણી માટે તારીખ આપવામાં આવી છે તો પછી બુલડોઝર લઈને તમે ત્યાં કેમ પહોંચી ગયા. શાહીન બાગમાં કથિત ગેરકાયદે નિર્માણ ધ્વસ્ત કરવાના આદેશ સામે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી માર્ક્સવાદીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે જેના પર આજે સુનાવણી થવાની છે.

એમસીડીની ટીમ આજે શાહીન બાગ વિસ્તારમાં અતિક્રમણ હટાવો અભિયાન ચલાવવા માટે પહોંચી હતી. એમસીડીના ઘણા બુલડોઝર સોમવારે કથિત ગેરકાયદે નિર્માણને પાડવા માટે શાહીન બાગમાં પહોંચ્યા પરંતુ એમસીડી અને પોલિસને સ્થાનિક લોકોનો ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. આમ લોકોના વિરોધના કારણે બપોરે એમસીડીએ પોતાના અભિયાનને રોકી દીધુ છે.

English summary
supreme court on MCD anti encroachment drive Bulldozer in Shaheen Bagh delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X