Supreme court on sambhal : સંભલની શાહી જામા મસ્જિદમાં સર્વે પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી, જાણો શું કહ્યું?

Sambhal Shahi Jama Masjid Survey : સંભલની શાહી જામા મસ્જિદમાં એએસઆઈ સર્વેનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે બન્ને પક્ષોને સાંભળીને મોટો આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે સંભલ શાહી મસ્જિદમાં એએસઆઈ સર્વે પર રોક લગાવી દીધી છે. બીજી તરફ કોર્ટે મુસ્લિમ પક્ષને કેટલાક સવાલ પણ કર્યા છે.

Sambhal Jama Masjid

સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નીચલી અદાલતે આ મામલે કોઈ કાર્યવાહી ન કરવી જોઈએ. હાઈકોર્ટના આદેશ વિના આ મામલે કોઈ કાર્યવાહી ન થાય.

સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને પૂછ્યું કે, તે અહીં આવતા પહેલા હાઈકોર્ટમાં કેમ ન ગયા? આ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને સુનાવણી માટે અલ્હાબાદ હાઈકોર્ટ જવા આદેશ આપ્યો. જણાવી દઈએ ખે, મસ્જિદ સમિતિએ સ્થાનિક કોર્ટના સર્વે ઓર્ડરને પડકારતી અરજી દાખલ કરી હતી.

સુપ્રીમ કોર્ટે અરજદારને કલમ 227 હેઠળ હાઈકોર્ટનો સંપર્ક કરવા સુચન કર્યુ અને જણાવ્યુ કે, વચગાળાના સમયગાળામાં કંઈ થવું ન જોઈએ અને રિવિઝન અથવા 227 પિટિશન દ્વારા આદેશોને પડકારવાનો તેમનો અધિકાર છે.

અરજદારે જણાવ્યું કે, સમગ્ર દેશમાં સમાન કેસ પેન્ડિંગ છે, જેમાંથી પાંચ એકલા ઉત્તર પ્રદેશમાં છે. તેમણે દાવો કર્યો હતો કે કેસ નોંધવામાં આવે છે અને પછી બનાવટી વાર્તાઓ બનાવાય છે.

કોર્ટે તટસ્થતા સુનિશ્ચિત કરવા અને કોઈપણ વધુ ઘટનાઓને રોકવા માટે તમામ પક્ષોના પ્રતિનિધિઓ સાથે શાંતિ સમિતિની રચના કરવા પણ સલાહ આપી.

જણાવી દઈએ કે, આ વિવાદ મુઘલ શાસક બાબરના સમયમાં સંભલમાં બનેલી જામા મસ્જિદને લઈને છે. એક વિવાદીત હિંદુ પક્ષના વકીલે દાવો કર્યો કે મસ્જિદની જગ્યા પર હરિ હર મંદિર છે અને કોર્ટ પાસે સર્વેની માંગણી કરી. આનાથી તણાવ સર્જાયો અને હિંસા થઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X