મોહમ્મદ ઝુબૈર તાત્કાલિક મુક્ત કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ, તમામ એફઆઈઆરમાં વચગાળાના જામીન!
Alt ન્યૂઝના કો-ફાઉન્ડર મોહમ્મદ ઝુબેરને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબેરને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
નવી દિલ્હી : Alt ન્યૂઝના કો-ફાઉન્ડર મોહમ્મદ ઝુબેરને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબેરને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે, જ્યારે તેની સામે નોંધાયેલા તમામ કેસોમાં તેને વચગાળાના જામીન આપ્યા છે. આ સાથે જ કોર્ટે તેની ધરપકડના આદેશ પર પણ સવાલો ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં તેની સામે નોંધાયેલી તમામ 6 FIRમાં ઝુબેરને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. આ સાથે કોર્ટે કહ્યું કે તેને અનંત સમય સુધી કસ્ટડીમાં રાખવો યોગ્ય નથી.

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે એફઆઈઆરનું ટ્રાન્સફર તમામ હાલની એફઆઈઆર અને ભવિષ્યની તમામ એફઆઈઆર પર લાગુ થશે જે આ મુદ્દે દાખલ થઈ શકે છે. કોર્ટે યુપીમાં નોંધાયેલી તમામ FIR દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને ટ્રાન્સફર કરી દીધી છે. કોર્ટે ઝુબૈર વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસોને એક સાથે જોડી દીધા છે. આ સાથે જ યુપીમાં બનેલી SITનું પણ વિસર્જન કરવામાં આવ્યું છે. કોર્ટના આદેશ બાદ તેને બુધવારે સાંજ સુધીમાં છોડી દેવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે મોહમ્મદ ઝુબેરને 20,000 રૂપિયાના જામીન બોન્ડ સાથે જામીન પર મુક્ત કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે ઝુબેર તેની સામે નોંધાયેલી તમામ અથવા કોઈપણ એફઆઈઆરને રદ કરવા માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કરી શકે છે.
જણાવી દઈએ કે મોહમ્મદ ઝુબૈરે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા તેની વિરુદ્ધ નોંધાયેલી તમામ એફઆઈઆર રદ કરવાની માંગ કરી છે. આ માટે તેમણે અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી વચગાળાના જામીનની પણ માંગણી કરી છે.












Click it and Unblock the Notifications
