સુપ્રીમ કોર્ટનો અગત્યનો નિર્ણય, મુંબઈમાં ફરી ડાન્સ બાર ખુલશે
સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્વનો નિર્ણય લેતા મુંબઈમાં ડાન્સ બાર ખોલવાની મંજૂરી આપી છે.
સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્વનો નિર્ણય લેતા મુંબઈમાં ડાન્સ બાર ખોલવાની મંજૂરી આપી છે. ઇન્ડિયન હોટેલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિયેશને ડાન્સ બાર અંગે રાજ્ય સરકારના નવા નિયમોને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો. તેના પર સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો સાથે ડાન્સ બાર ખોલવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે બારમાં ઓર્કેસ્ટ્રા અને ટીપ આપવાની મંજૂરી આપી છે, પરંતુ બારમાં નોટ અને સિક્કા ઉડાવવાની મંજૂરી નથી આપી.

સીસીટીવી કેમેરાની કોઈ જરૂર નથી
અદાલતે જણાવ્યું કે મુંબઈના ડાન્સ બારમાં સીસીટીવી કેમેરાની કોઈ જરૂર નથી કારણકે તે લોકોની પ્રાઇવસીનું ઉલ્લંગન છે. મુંબઈમાં ડાન્સ બાર સાંજે 6 વાગ્યાથી રાત્રે 11.30 સુધી ખુલ્લા રહેશે. કોર્ટે કહ્યું કે મુંબઈ જેવા શહેરમાં ધાર્મિક અને શૈક્ષણિક સ્થળથી એક કિલોમીટર દૂર ડાન્સ બાર હોવાનો નિયમ તર્કસંગત નથી.

ડાન્સ બાર પર પૂર્ણ પ્રતિબંધ નહીં લગાવી શકાય
સુપ્રીમ કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સરકાર ઘ્વારા વર્ષ 2005 પછી કોઈ પણ ડાન્સ બારને લાઇસન્સ નથી આપવામાં આવ્યું. નવા નિયમોને આધાર બનાવી ડાન્સ બાર પર પૂર્ણ પ્રતિબંધ નહીં લગાવી શકાય. તેના પર નિયમો હોય શકે છે, પરંતુ પૂરો પ્રતિબંધ નહીં લગાવી શકાય. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સમય સાથે અશ્લીલતાની પરિભાષા પણ બદલાઈ ચુકી છે અને એવું લાગી રહ્યું છે કે મુંબઈમાં મોરલ પોલીસિંગ ચાલી રહી છે.

સરકારે નવા લાઇસન્સ આપવા માટે નિયમો વધારે સખત કરી દીધા
સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકારે કહ્યું હતું કે નવા નિયમો સંવિધાનિક દાયરામાં આવે છે અને તે ગેરકાનૂની ગતિવિધિઓ અને મહિલાઓનું શોષણ પણ રોકે છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર ઘ્વારા લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી દીધો હતો. ત્યારપછી સરકારે નવા લાઇસન્સ આપવા માટે નિયમો વધારે સખત કરી દીધા.












Click it and Unblock the Notifications
