For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એસસી-એસટી એક્ટમાં સુધારા પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર

સુપ્રીમ કોર્ટે બુધવારે અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ અધિનિયનમાં સુધારા પર રોક લગાવવાનો એક વાર ફરીથી ઈનકાર કરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટે બુધવારે અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ અધિનિયનમાં સુધારા પર રોક લગાવવાનો એક વાર ફરીથી ઈનકાર કરી દીધો છે. આ સાથે સ્ટિસ યુ યુ લલિતની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યુ છે કે તે પુનઃનીરિક્ષણમ અરજી સહિત બધા કેસ પર 19 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો વરિષ્ઠ વકીલ વિકાસ સિંહ તરફથી કરવામાં આવેલી એ અરજી પર આવ્યો છે જેમાં તેમણે આ અધિનિયમમાં કરાયેલા ફેરફાર પર તત્કાળ રોક લગાવવાની માંગ કરી હતી.

supreme court

તમને જણાવી દઈએ કે આ પહેલા સુપ્રીમ કોર્ટે મોટી અદાલતના માર્ચના ચુકાદાને નિષ્પ્રભાવી બનાવવા અને અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ (અત્યાચારો રોકવા) કાયદાની પહેલાની સ્થિતિ ચાલુ કરવા માટે આમાં કરાયેલા સુધારાને પડકારતી અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ આપી હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં સંસદે 20 માર્ચે સુપ્રીમ કોર્ટના એક આદેશને પલટાવીને સુધારાયેલુ વિધયક પસાર કર્યુ હતુ. જેમાં અધિનિયમ હેઠળ નિર્દોષ લોકોને ખોટા આરોપથી બચવા માટે પ્રારંભિક તપાસ વિના ધરપકડ પર રોક લગાવવામાં આવી હતી.

પરંતુ સુધારા બિલમાં એસસી-એસટી સામે અત્યાચારના આરોપી વ્યક્તિને આગોતરા જામીનની કોઈ પણ સંભાવનાને ખતમ કરી દીધી. આમાં જોગવાઈ છે કે ગુનાહિત કેસ નોંધવા માટે કોઈ પ્રારંભિક તપાસની આવશ્યકતા નથી અને આ કાયદા હેઠળ ધરપકડ માટે કોઈ પણ પ્રકારની પૂર્વ અનુમતિની જરૂર પણ નથી. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટાવીને અધિનિયમમાં કરાયેલા ફેરફાર બાદ દેશના અમુક ભાગોમાં ખાસ કરીને રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં વિરોધ પ્રદર્શન થયા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ગેરકાયદેસર ચાલતા ગોડાઉનમાં આગ, 16 છાત્રોને બચાવાયાઆ પણ વાંચોઃ અમદાવાદમાં ગેરકાયદેસર ચાલતા ગોડાઉનમાં આગ, 16 છાત્રોને બચાવાયા

English summary
Supreme Court refused to stay SC/ST Act amendments, final hearing on Feb 19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X