26 સપ્તાહનો ગર્ભાપાત કરવાની અરજી SCએ ફગાવી, આપ્યા આ કારણો
Supreme Court: સુપ્રીમ કોર્ટમાં સોમવારના રોજ એક મહિલા દ્વારા 26 અઠવાડિયા બાદ ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની પરવાનગી માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી શરૂ થઈ હતી. સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે આ મામલે ચુકાદો આપતાં મહિલાની અરજી ફગાવી દીધી છે.
AIIMSના મેડિકલ બોર્ડના તાજેતરના અહેવાલે અરજદારની પોસ્ટ-નેટલ સાયકોસિસની પુષ્ટિ કરી છે. રિપોર્ટ્સ અનુસાર મહિલાના ગર્ભમાં ઉછરી રહેલું બાળક સામાન્ય છે. અદાલતે શોધી કાઢ્યું હતું કે, ડિપ્રેશનથી પીડિત મહિલા દ્વારા લેવામાં આવતી દવાઓથી બાળકને કોઈ નુકસાન થયું નથી.

આજે સુનાવણી બાદ ચુકાદો આપતાં મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે જણાવ્યું હતું કે, પ્રેગ્નન્સી 26 અઠવાડિયા અને 5 દિવસની હોય છે.
ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની મંજૂરી આપવી એ મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટની કલમ 3 અને 5નું ઉલ્લંઘન હશે, કારણ કે માતાના જીવનને કોઈ ખતરો નથી અને ગર્ભની અસામાન્યતાનો કોઈ કેસ નથી. અમે હૃદયના ધબકારા રોકી શકતા નથી.
હકીકતમાં શુક્રવારના રોજ સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની ખંડપીઠે AIIMS મેડિકલ બોર્ડને ગર્ભમાં બાળક પર થતી અસર અંગે આ મામલે રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.
મહિલાએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે, તે લેક્ટેશનલ એમેનોરિયા નામની બીમારીથી પીડિત છે. તે ડિપ્રેશનમાં પણ છે અને તેની આર્થિક સ્થિતિ પણ સારી નથી. તેથી, તે તેના ત્રીજા બાળકને ઉછેરવામાં સક્ષમ નથી.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ જજોની બેચે જણાવ્યું હતું કે, એઈમ્સ દ્વારા રજૂ કરવામાં આવેલા અગાઉના રિપોર્ટમાં ગર્ભ સામાન્ય હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમ છતાં, આ બાબતને શંકાની બહાર રાખવા અમે વિનંતી કરીએ છીએ કે, ઉપરોક્ત પાસા પર બીજો અહેવાલ રજૂ કરવામાં આવે.
આજે આ કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ચુકાદો અનામત રાખ્યાના થોડા કલાકો બાદ કોર્ટે મહિલાની અરજી ફગાવી દેતા ચુકાદો આપ્યો છે.
આ પહેલા આ કેસની સુનાવણી બે જજોની બેચ સમક્ષ થઈ હતી. 11 ઓક્ટોબરના રોજ થયેલી સુનાવણીમાં બેચે વિભાજિત ચુકાદો આપ્યો હતો.
એક ન્યાયાધીશે ગર્ભપાતને મંજૂરી આપવા માટે અનિચ્છા વ્યક્ત કરી હતી, જ્યારે બીજા ન્યાયાધીશે કહ્યું હતું કે, મહિલાના નિર્ણયનું સન્માન કરવું જોઈએ.
જેના પર જસ્ટિસ હિમા કોહલીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, કઈ કોર્ટ કહેશે કે, ભ્રૂણના ધબકારા બંધ કરી દેવા જોઈએ. તેણે કહ્યું હતું કે, તે મહિલાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી શકે નહીં.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
