મોદી સરકારને ઝટકો, સંજીવ ભટ્ટની તપાસ સામે રોક

આ મામલે આજે સુપ્રિમ કોર્ટે સંજીવ ભટ્ટને રાહત આપી છે. કોર્ટે ગુજરાતના પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટની આગળની તપાસ પર રોક લગાવી દીધી છે. આ મામલાની હવે પછીની સુનવણી માર્ચ 2013માં થશે. સંજીવ ભટ્ટ પર આરોપ છે કે સરકારના એડિશનલ એડવોકેટ જનરલ તુષાર મેહતા અને ગુજરાત રમખાણોની તપાસ કરી રહેલી એઆઇટી વચ્ચેની વાતચીત રેકોર્ડ કરીને મીડિયામાં લીક કરી દીધી હતી.
સંજીવ ભટ્ટ એ જ અધિકારી છે જેમણે ગુજરાત રમખાણોમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા પર સવાલો ઉભા કર્યા હતા. તેમની પર ઇ-મેઇલ હેકિંગનો આરોપ છે. એડિશનલ એડવોકેટ જનરલ તુષાર મેહતાના મેઇલને મીડિયામાં લીક કરવાનો તેમની પર આરોપ છે. ગુજરાત પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
