મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવની અનુમતિ ન આપી શકાયઃ SC

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ મનાવવા માટે અનુમતિ આપવાનો ઈનકાર કર્યો છે.

નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ મનાવવા માટે અનુમતિ આપવાનો ઈનકાર કર્યો છે. કોર્ટે કહ્યુ કે ગણપતિ ઉત્સવ દરમિયાન થનાર અનિયંત્રિત ભીડને જોતા અમે આની અનુમતિ ન આપી શકીએ. કોરોના કાળ દરમિયાન મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી બેન્ચે સુનાવણી દરમિયાન આ વાતો કહી. કોર્ટમાં પર્યુષણ પર્વ પર અમુક જૈન મંદિરોને ખોલવા અંગે સુનાવણી ચાલી રહી હતી. આ કેસની સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકારની અરજીને એમ કહીને વિરોધ કર્યો કે આ દરેક સમાજ પોતપોતાના પર્વ માટે અનુમતિ લેવા માટે કોર્ટની શરણમાં પહોંચતો રહેશે.

મોટી સંખ્યામાં લોકો શામેલ થાય

મોટી સંખ્યામાં લોકો શામેલ થાય

વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સંઘવીએ કોર્ટને કહ્યુ કે ગણપતિ ઉત્સવનો હવાલો આપીને કહ્યુ કે શું કોર્ટ કલ્પના કરી શકે છે જો આવી જ અનુમતિ ગણેશ ઉત્સવ માટે માંગવામાં આવે.આના પર ખંડપીઠે સ્પષ્ટ કર્યુ કે આ ગણેશ ઉત્સવ પર લાગુ ન કરી શકાય કારણકે ગણેશ ઉત્સવ એક અલગ પ્રકારનો ઉત્સવ છે અને આમાં મોટી સંખ્યામાં લોકો શામેલ થાય છે.

ત્રણ જૈન મંદિરોને અનુમતિ

ત્રણ જૈન મંદિરોને અનુમતિ

વળી, શુક્રવારે થયેલી સુનાવણી દરમિયાન મુંબઈના ત્રણ જૈન મંદિરોમાં શ્રદ્ધાળુઓને પર્યુષણ પ્રાર્થના કરવાની અનુમતિ આપી. અદાલતે 22 અને 23 ઓગસ્ટે મુંબઈના દાદર, બાયકુલા અને ચેમ્બુરમાં સ્થિત જૈન મંદિરોને ખોલવાની અનુમતિ આપી. કોર્ટે આના માટે શરત રાખી કે એક વારમાં માત્ર પાંચ લોકોને જ જવાની અનુમતિ હશે. સાથે જ કોર્ટે કહ્યુ કે આ આદેશ કોઈ બીજા કેસમાં લાગુ નહિ થાય. કોર્ટે ખાસ કરીને ગણેશ ચતુર્થી દરમિયાન થતી મંડળીનો ઉલ્લેખ કર્યો. કોર્ટે આ કેસમાં નિર્ણય રાજ્ય સરકાર પર છોડી દીધો છે.

મોટી ભીડ કે પંડાલ લગાવવાની અનુમતિ આપી નથી

મોટી ભીડ કે પંડાલ લગાવવાની અનુમતિ આપી નથી

તમને જણાવી દઈએ કે ગણેશ ઉત્સવ મહારાષ્ટ્રમાં થતા મોટા ઉત્સવોમાંનો છે કે જે શનિવારથી શરૂ થઈ રહ્યો છે. આ દરમિયાન ઠેર-ઠેર ગણેશ પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. 10 દિવસ સુધી ઉત્સવ ચાલ્યા બાદ આ પ્રતિમાઓને ભવ્ય સમારંભ રૂપે વિસર્જન કરવામાં આવે છે. આ વખતે મહારાષ્ટ્ર સરકારે કોરોનાને જોતા કોઈ પણ મોટી ભીડ કે પંડાલ લગાવવાની અનુમતિ આપી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X