જાતિ જન્મથી નક્કી થાય છે, લગ્નથી તેને બદલી ના શકાય : સુપ્રીમ કોર્ટ

Written By:
Subscribe to Oneindia News

સુપ્રીમ કોર્ટએ એક કેસ પર સુનવણી વખતે કહ્યું કે કોઇ પણ વ્યક્તિની જાતિમાં બદલાવ નથી થઇ શકતો. જન્મથી જ કોઇ પણ વ્યક્તિની જાતિ નક્કી થાય છે. અને તેને લગ્ન પછી બદલી નથી શકાતી. એક મહિલા શિક્ષિકાએ કેન્દ્રીય વિદ્યાલયમાં નિયુક્તિ મામલે સર્વોચ્ચ અદાલતે આ સુનવણી દરમિયાન ટિપ્પણી કરી હતી. આ મહિલાએ એક અનુસૂચિત જાતી એટલે કે એસસી યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી આરક્ષણનો ફાયદો લેતા તેણે 21 વર્ષ પહેલા કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે નોકરી શરૂ કરી હતી. હવે આ મહિલા આ વિદ્યાલયના ઉપ-પ્રિન્સિપાલ તરીકે કામ કરી રહી છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ એમએમ શાંતનાગૌદારની બેંચે કહ્યું કે ભલે જ મહિલ અત્યારથી બે દશકા પહેલા કામ કર્યા પછી વાઇસ પ્રિન્સિપાલ બની હોય પણ તેમને આરક્ષણનો ફાયદો ના મળી શકે. તેમનું કહેવું છે કે મહિલાનો જન્મ ઉચ્ચ જાતિમાં થયો છે. અને લગ્ન ભલે એસસી જાતિના યુવક સાથે કર્યા હોય પણ આરક્ષણનો ફાયદો તેમને ના મળી શકે. કોર્ટે કહ્યું કે જન્મથી જ જાતિ નક્કી થાય છે. લગ્ન કર્યા પછી તેમાં કોઇ બદલાવ નથી થતો.

India

આ મહિલાનો જન્મ અગ્રવાલ પરિવારમાં થયો હતો જે સામાન્ય વર્ગમાં આવે છે. અને તેના લગ્ન પછી પણ તેને એસસી સર્ટિફિકેટ ના આપી શકાય. બુલંદશહરના જિલ્લા અધિકારીએ 1991માં એસસી જાતિનું પ્રમાણપત્ર જાહેર કર્યુ હતું. મહિલાએ પોતાની એકેડમિક યોગ્યતા અને એસસી સર્ટિફિકેટના આધારે 1993માં પંજાબના પઠાણકોટ જિલ્લામાં સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષિકા તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. પાછળથી તેણે એમ.એડ પણ કર્યું હતું. જો કે હવે મહિલાની નિયુક્તિના બે દશકા પછી આ મામલે ફરિયાદ થઇ છે કે તેણે આરક્ષણનો ખોટો ઉપયોગ કર્યો છે. અને તપાસ પછી અધિકારીઓએ તેનું સર્ટિફિકેટ રદ્દ કર્યું છે. સાથે જ કેન્દ્રીય વિદ્યાલયથી 2015માં મહિલાને નીકાળી પણ દેવામાં આવી હતી. મહિલાએ કેન્દ્રીય વિદ્યાલયના આ નિર્ણય સામે અલ્લાહબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જો કે પાછળથી મહિલાએ સુપ્રિમ કોર્ટમાં અરજી નાખતા. કોર્ટે સુનવણી દરમિયાન આ ટિપ્પણી કરી છે.

English summary
Supreme Court says Caste decided by birth, can not be changed by marriage.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.