મુઝફ્ફરનગર રમખાણને રોકવામાં નિષ્ફળ રહી અખિલેશ સરકાર: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 26 માર્ચ: બુધવારે સુપ્રીમ કોર્ટનો એક નિર્ણય ઉત્તર પ્રદેશની અખિલેશ યાદવ સરકાર માટે મોટો ઝટકો સાબિત થયો. સુપ્રીમ કોર્ટે પોતાના એક નિર્ણયમાં સ્પષ્ટ કરી દીધું છે કે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં સપ્ટેમ્બર 2013માં જે રમખાણો થયા હતા તેને રોકવામાં રાજ્ય સરકાર સંપૂર્ણરીતે નિષ્ફળ રહી છે. આ નિર્ણયની સાથે સુપ્રીમ કોર્ટે આ રમખાણોની તપાસ સીબીઆઇ અને એસઆઇટી પાસે કરાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ સરકાર આ રમખાણોમાં સ્પષ્ટપણે જવાબદાર છે. સુપ્રીમ કોર્ટ અનુસાર સરકારે પરિસ્થિતિઓ પર કાબૂ મેળવવામાં લાપરવાહી વર્તી હતી. ઉત્તર પ્રદેશ સરકારને ફટકાર લગાવતા સુપ્રીમ કોર્ટે જમાવ્યું કે આ રમખાણોથી સ્પષ્ટ જાહેર થાય છે કે રાજ્ય સરકાર પીડિતોના મૌલિક અધિકારોની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી છે.
જોકે સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યું કે ઉત્તર પ્રદેશ સરકારની વિરુધ્ધ કોઇપણ પૂરાવા નથી મળ્યા જેનાથી એ માલૂમ પડે કે પ્રદેશની સરકાર આ ઘટનામાં કોઇ પ્રકારે સામેલ હતી.

જસ્ટિસ પી. સતશિવમ, જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઇ અને જસ્ટિસ રંજન ગોગોઇને સરકાર તરફથી સૂચના આપવામાં આવી કે હવે પ્રત્યેક પરિવારને 15 લાખ રૂપિયા સરકાર તરફથી આપવામાં આવશે. જેમાંથી 13 લાખ રૂપિયા રાજ્ય સરકાર અને બાકીના બે લાખ રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
