નિર્ભયાના દોષી મુકેશની અરજી પર આજે સુપ્રીમ કોર્ટનો ફેસલો
નિર્ભયાના દોષી મુકેશની અરજી પર આજે સુપ્રીમ કોર્ટનો ફેસલો
નવી દિલ્હીઃ નિર્ભયા મામલામાં દોષી મુકેશની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ફેસલો સંભળાવશે. જણાવી દઈએ કે મુકેશની દયા અરજીને રાષ્ટ્રપતિએ ફગાવી દીધી હતી. જે બાદ દોષીના વકીલે સુપ્રીમ કોર્ટમાં દયા અજી ફગાવવા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જેના પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ અને આજે આ મામલે ફેસલો સંભળાવશે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે પહેલેથી જ આ મામલે તમામ દોષિતોને ફાંસીની સજા સંભળાવી દીધી છે. દોષિતોને 1 ફેબ્રુઆરીએ સજા આપવામાં આવશે, પરંતુ ફાંસીની સજા પહેલા આજે સુપ્રીમ કોર્ટ દોષી મુકેશની અરજી પર પોતાનો ફેસલો આપશે.

અગાઉ સોમવારે સુપ્રીમ કોર્ટે મુકેશના વકીલને આના માટે તરત રજિસ્ટ્રીથી સંપર્ક કરવા માટે કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે જો કોઈને 1લી ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં આવી રહી છે, તો આ મામલો સર્વોચ્ચ પ્રાથમિકતાનો હોવો જોઈએ. જણાવી દઈએ કે પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદે 17 જાન્યુઆરીએ મુકેશની દયા અરજી ફગાવી દીધી હતી જે બાદ મુકેશના વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. એવામાં સૌકોઈની નજર આજે સુપ્રીમ કોર્ટ પર રહેશે. જણાવી દઈએ કે પહેલા આ દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી આપવામાં આવનાર હતી, પરંતુ દયા અરજી અને ક્યૂરેટિવ પિટીશનને પગલે ફાંસીની તારીખ ટાળી દેવામાં આવી અને હવે 1 ફેબ્રુઆરીએ આ દોષિતોને સવારે 7 વાગ્યે ફાંસી આપામાં આવશે.
જણાવી દઈએ કે નિર્ભયાના ચારેય દોષિતોને એક ફેબ્રુએરીએ વહેલી સવારે ફાંસી આપવામાં આવશે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતો મુકેશ, વિનય, પવન અને અક્ષયને ફાંસી આપવાનું ડેથ વોરન્ટ જાહેર કરી દીધું હતું. જે બાદથી દોષિતો તરફથી કેટલાય પ્રકારના કાનૂની રસ્તા અપનાવવામાં આવી રહ્યા છે. દિલ્હીની અદાલતે પહેલા 22 જાન્યુઆરીની સવારે 7 વાગ્યે ફાંસી આપવાનું એલાન કર્યું હતું, પરંતું અમુક દોષિતો દ્વારા સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ અરજી દાખલ કરવા પર ટેક્નિકલ સમસ્યાના કારણે ફાંસી ટળી ગઈ હતી. જે બાદ અદાલતે નવી તારીખનું એલાન કર્યું અને 1 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી દેવામાં આવી.












Click it and Unblock the Notifications
