For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોટબંધીને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે સંભળાવશે ચુકાદો, પાંચ જજોની બેંચે નિર્ણય રાખ્યો હતો સુરક્ષિત

નોટબંધીને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો સંભળાવશે.

|
Google Oneindia Gujarati News

Supreme Court Verdict On Demonetization: નોટબંધીને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચ 2 જાન્યુઆરી એટલે કે આજે 500 અને 1000 રુપિયાની ચલણી નોટો પર પ્રતિબંધ લગાવવાના સરકારના નિર્ણય સામે દાખલ અરજીઓ પર પોતાનો ચુકાદો સંભળાવશે. છ વર્ષ પહેલા નવેમ્બર 2016માં થયેલી નોટબંધીની કાયદેસરતાની પડકારતી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટ ચુકાદો સંભળાવશે. બેંચે 7 ડિસેમ્બરના રોજ સરકાર અને અરજીકર્તાઓની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

SC

નોટબંધીનો નિર્ણય મનસ્વી, ગેરબંધારણીય અને સત્તાનો દુરુપયોગ

તમને જણાવી દઈએ કે અરજીકર્તાઓએ તર્ક આપ્યો છે કે ડિમોનિટાઈઝેશનનો નિર્ણય મનસ્વી, ગેરબંધારણીય અને ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ હેઠળ નિર્ધારિત સત્તાઓનો દુરુપયોગ હતો. જસ્ટીસ સૈયદ અબ્દુલ નઝીર, જસ્ટીસ ભૂષણ આર ગવઈ, જસ્ટીસ એએસ બોપન્ના, જસ્ટીસ રામસુબ્રમણ્યન અને જસ્ટીસ બીવી નાગરત્નાી પીઠ આજે ચુકાદો સંભળાવશે. જસ્ટીસ ભૂષણ આ ગવઈ અને જસ્ટીસ બીવી નાગરત્ન બે ચુકાદા આપશે.

નોટબંધીના નિર્ણયમાં આરબીઆઈના નિયમોનુ ઉલ્લંઘન છે કે નહિ?

સુપ્રીમ કોર્ટે એ જોવાની કોશિશ કરી છે કે શું સરકારે ખરેખર આરબીઆઈના નિયમોનુ ઉલ્લંઘન કર્યુ છે. સરકારે ભારતીય રિઝર્વ બેંક(આરબીઆઈ) અધિનિયમ, 1934ની કલમ 26(2) હેઠળ ડિમોનિટાઈઝેશનનો નિર્ણય કર્યો હતો. આ જોગવાઈ સરકારને એ એલાન કરવાનો અધિકાર આપે છે કે તે એલાન કરી શકે છે કે 'કોઈ પણ મૂલ્યની બેંક નોટોની કોઈ પણ સીરિઝ લીગલ ટેન્ટર નહિ હોય.'

અરજીકર્તાઓ સુપ્રીમ કોર્ટમાં શું કહ્યુ

પાંચ દિવસ સતત ચાલેલી સુનાવણી દરમિયાન અરજીકર્તાઓના વરિષ્ઠ વકીલ પી ચિદમ્બરમે કહ્યુ કે નોટબંધી 'નિર્ણય લેવાની સૌથી ખરાબ પ્રક્રિયા' હતી જેમાં ત્રુટિઓ હતી. ચિદમ્બરમે સરકારના આ નિર્ણયને કાયદાના શાસનને મજાક જેવુ ગણાવ્યુ. અરજીકર્તાઓએ કહ્યુ કે કોઈ પણ કાયદા કે નિયમો વગર 86 ટકા નોટો બંધ કરવામાં આવી હતી. સરકારે નોટબંધીના નિર્ણય પહેલા પ્રક્રિયા વિશે યોગ્ય માહિતી આપી નથી. ન તો સરકાર દ્વારા 7 નવેમ્બર, 2016ના રોજ રિઝર્વ બેંકને મોકલવામાં આવેલા પત્રને રેકોર્ડ પર મૂકવામાં આવ્યો છે કે ન તો તે જણાવવામાં આવ્યુ છે કે રિઝર્વ બેંકના સેન્ટ્રલ બોર્ડની બેઠકમાં શું ચર્ચા થઈ હતી. 8 નવેમ્બર 2016ના રોજ લેવાયેલા કેબિનેટના નિર્ણયને પણ કોર્ટમાં મૂકવામાં આવ્યો નથી. સુપ્રીમ કોર્ટે ભવિષ્ય માટે કાયદો નક્કી કરવો જોઈએ.

કેન્દ્ર સરકારો આપ્યો જવાબ

કેન્દ્ર સરકારે આનો વિરોધ કર્યો હતો. એટર્ની જનરલ આર વેંકટરમણીએ કહ્યુ હતુ કે આ આર્થિક નીતિનો મામલો છે, કોર્ટ તેમાં દખલ ન કરી શકે. આ પગલુ કાળુ નાણુ, ટેરર ​​ફંડિંગ, નકલી નોટો અને કરચોરીને અંકુશમાં લેવા માટે લેવામાં આવ્યુ હતુ. જે રીતે મહાભારતમાં જરાસંધના બે ટુકડા કરવામાં આવ્યા હતા તેવી જ રીતે આ સમસ્યાઓના પણ ટુકડા કરવાની જરૂર હતી.

English summary
Supreme Court verdict on demonetization to be declared today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X