For Quick Alerts
For Daily Alerts
ત્રણ તલાક પર સુપ્રીમ કોર્ટે 6 મહિના માટે લગાવ્યો પ્રતિબંધ
સુપ્રીમ કોર્ટે મુસ્લિમ ધર્મમાં ચાલતી ત્રણ તલાકની પ્રથા અંગે પોતાનો નિર્ણય વાંચવાનો શરૂ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે ત્રણ તલાક મામલે આજે સુપ્રીમ કોર્ટે નક્કી કરશે કે ત્રણ તલાક કાનૂની છે કે ગેરકાનૂની. પાંચ જજોની બેંચ દ્વારા આજે આ અંગે જાહેરાત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ મામલે 6 દિવસ સુધી સુનવણી કરવામાં આવી હતી. અને 18મેના રોજ આ મામલે નિર્ણયને સુરક્ષિત કરવામાં આવ્યો હતો. વધુમાં આ મામલે કેન્દ્ર સરકાર સમેત અનેક પક્ષકાર પણ સામેલ છે.
ત્યારે ત્રણ તલાક પર સુપ્રીમ કોર્ટે શું કહ્યું વિગતવાર વાંચો અહીં...
- ત્રણ તલાક પર સુપ્રીમ કોર્ટે 6 મહિના માટે લગાવ્યો પ્રતિબંધ
- સાથે જ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને સંસદમાં એક કાનૂન બનાવવા માટે કહ્યું છે.
- કોર્ટે સરકારને 6 મહિનાની અંદર આ અંગે એક કાયદો બનાવવા માટે કહ્યું છે. જેને સંસદમાં 6 મહિનાની અંદર પસાર પણ કરવો પડશે.
- સાથે જ કોર્ટે જણાવ્યું કે તલાખનો આ નિયમ ભારતીય સંવિધાનના આર્ટીકલ 14, 15 અને 21નો ભંગ નથી કરતો.
- કોર્ટે માન્યું કે તલાક સુન્ની સમુદાયનો આંતરિક ભાગ છે અને તેની પ્રેક્ટિસ ગત 1000 વર્ષોથી કરવામાં આવી રહી છે.
- સાથે જ પાંચમાંથી ત્રણ જજ દ્વારા કેન્દ્ર સરકારને આ મામલે ટકોર કરતા કહેવામાં આવ્યું કે કેમ સરકાર દ્વારા આ અંગે હજી સુધી કોઇ કાયદો નથી આવ્યો છે આ કાનૂન પર પ્રતિબંધ લાદી શકે?
- કોર્ટમાં જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ આરએએફ નારિમન, જસ્ટિસ યૂયૂ લલિતે મળીને ત્રણ તલાક ગેરકાનૂની હોવા પર નિર્ણય સંભળાવ્યો છે.
- આ ત્રણેય જજનું માનવું છે કે ત્રણ તલાક અનુચ્છેદ 14નું ઉલ્લંધન કરે છે. ઉલ્લેખનીય છે કે ભારતીય સંવિધાનમાં અનુચ્છેદ 14 સમાનતાનો અધિકાર આપે છે.
- મુખ્ય ન્યાયાધીશ જેએસ ખેહર અને જસ્ટિસ અબ્દુલ નઝીરે માન્યું કે કાયદો 1400 વર્ષ જૂનો છે અને મુસ્લિમ ધર્મનો વિભન્ન અંગ છે જેને કોર્ટ રદ્દ નથી કર્યું.
- જો કે કોર્ટે શરૂઆતમાં જ સ્પષ્ટતા આપી છે કે ન્યાયાધીશનો કોઇ ધર્મ નથી હતો. અને હાલ ખાલી ત્રણ તલાક પર કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે પાછળથી બહુ લગ્ન અને નિકાહ હલાલા જેવા પ્રશ્ચો મામલે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.