For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જજ લોયા કેસમાં એસઆઈટી જાંચ નહીં થાય: સુપ્રીમકોર્ટ

સુપ્રીમકોર્ટ ઘ્વારા વિશેષ સીબીઆઈ ન્યાયધીશ બીએચ લોયાના રહસ્યમય મૌતની સ્વતંત્ર જાંચ કરવા અંગેની અરજી પર આજે નિર્ણય આપવામાં આવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

સુપ્રીમકોર્ટ ઘ્વારા વિશેષ સીબીઆઈ ન્યાયધીશ બીએચ લોયાના રહસ્યમય મૌતની સ્વતંત્ર જાંચ કરવા અંગેની અરજી પર આજે નિર્ણય આપવામાં આવ્યો છે. આપણે જણાવી દઈએ કે જસ્ટિસ લોયા હાઈ પ્રોફાઈલ સોહરાબુદ્દીન શેખ મામલે સુનાવણી કરી રહ્યા હતા. અદાલત ઘ્વારા આજે અરજીને રદ કરી દેવામાં આવી જેમાં જસ્ટિસ લોયાની મૌત પર સ્વતંત્ર જાંચ કરવા માટે માંગ કરવામાં આવી હતી. અદાલત ઘ્વારા જણાવવામાં આવ્યું કે લોયા સાથે બીજા 3 જજ પણ હતા. તેમની વાત પર ભરોષો નહીં કરવાનું કોઈ જ કારણ નથી. અદાલત ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ મુદ્દાનો રાજનૈતિક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

justice loya

આપણે જણાવી દઈએ કે 1 ડિસેમ્બર 2014 દરમિયાન જસ્ટિસ લોયાની નાગપુરમાં કાર્ડિયક અરેસ્ટને કારણે મૃત્યુ થઇ ગયી હતી જયારે તેઓ એક સહયોગીની દીકરીના લગ્નમાં ભાગ લેવા માટે ગયા હતા. મુખ્ય નાયાધીશ દિપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ.એમ. ખાનવિલકર અને ડી વાય ચંદ્રચુડ ઘ્વારા 16 માર્ચે યાચિકા પર નિર્ણય સુરક્ષિત કરી લેવામાં આવ્યો હતો.

અદાલત ઘ્વારા આજે જણાવવામાં આવ્યું કે જે રીતે બોમ્બે હાઇકોર્ટ જજો પર ટિપ્પણી કરવામાં આવી અને તેમના પર આરોપ લગાવવામાં આવ્યા તે ખોટા છે. અદાલત ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ અવમાનનાનો મામલો છે પરંતુ અમે એવી કાર્યવાહી નહિ કરીયે. ન્યાયપાલિકાને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી છે. અદાલત ઘ્વારા આ મામલે બધી જ યાચિકાને રદ કરીને જણાવ્યું કે તેમાં કોઈ જ યોગ્યતા નથી. એટલું જ નહીં પરંતુ હાલના નયાયધીશોના નિવેદન પર પણ શંકા કરવાનું કોઈ જ કારણ નથી. યાચિકાઓનો પ્રયાસ ન્યાયપાલિકાને બદનામ કરવાનો હતો.

English summary
Supreme Court verdict in special judge justice loya death case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X