For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાને કાબુ કરવા માટે લૉકડાઉન પર વિચાર કરે સરકારો પરંતુ ગરીબોની રોજી-રોટીનુ રાખે ધ્યાનઃ સુપ્રીમ કોર્ટ

ભારતની સર્વોચ્ચ ન્યાયાલયે રવિવારે કેન્દ્ર અને રાજ્ય સરકારોને લૉકડાઉન પર વિચાર કરવાની સલાહ આપી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોના તાંડવ મચાવી રહ્યો છે. રોજ કોરોનાના લાખો કેસ સામે આવી રહ્યા છે. ઘણા ડૉક્ટરોએ મે મહિનામાં કોરોનાના કેસોમાં ભારે વધારાની સંભાવના વ્યક્ત કરી છે. આ દરમિયાન કોરોના વાયરસની ચેનને તોડવા માટે ભારતની સર્વોચ્ચ ન્યાયાલયે રવિવારે કેન્દ્ર અને રાજ્ય સરકારોને લૉકડાઉન પર વિચાર કરવાની સલાહ આપી. કોરોના મહામારીની બીજી લહેરને ઘટાડવા માટે કરવામાં આવી રહેલા ઉપાયો પર અધિકારીઓની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે આ અંગે આદેશ પાસ કર્યો. સુપ્રીમ કોર્ટે કહ્યુ, 'કોરોનાના દિન-પ્રતિદિન વધી રહેલા કેસોને ઘટાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો જે પ્રયાસો કરી રહ્યા છે તેને રજૂ કરવામાં આવે અને એ પણ જણાવવામાં આવે કે તેને રોકવા માટે નજીકના ભવિષ્યમાં સરકારની શું તૈયારી છે.'

SC

આ સાથે જ સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યુ કે અમે કેન્દ્ર અને રાજ્ય સરકારોને ગંભીરતાપૂર્વક આગ્રહ કરીએ છીએ કે તે કોરોનાને રોકવા માટે એક જગ્યાએ લોકોના એકઠા થવા અને મોટા સમારંભો પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરે. આ ઉપરાંત સરકારોએ જનતાની ભલાઈ માટે લૉકડાઉન પર વિચાર કરવાની પણ જરૂર છે. સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યુ કે લૉકડાઉન દરમિયાન નબળા વર્ગની સુરક્ષાની પણ વ્યવસ્થા કરવી જોઈએ. કોર્ટે કહ્યુ કે આપણે એક લૉકડાઉનથી સામાજિક-આર્થિક(ખાસ કરીને નબળા વર્ગ)પ્રભાવથી પરિચિત છે માટે લૉકડાઉન પર વિચાર કરવા સાથે સાથે સરકારે નબળા વર્ગના લોકો માટે રોજી-રોટીની પણ વ્યવસ્થા પર ધ્યાન આપવુ પડશે.

કોરોનાના દૈનિક કેસોમાં સતત બીજા દિવસે ઘટાડો, 24 કલાકમાં 3.68 લાખ નવા કેસ અને 3417 મોતકોરોનાના દૈનિક કેસોમાં સતત બીજા દિવસે ઘટાડો, 24 કલાકમાં 3.68 લાખ નવા કેસ અને 3417 મોત

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે દેશમાં જ્યારે લૉકડાઉન લગાવવામાં આવ્યુ હતુ ત્યારે હજારો પ્રવાસી મજૂરો સામે રોજીરોટીનુ સંકટ પેદા થઈ ગયુ હતુ. કોર્ટે આ વાતને ધ્યાનમાં રાખીને આ વાત કહી. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાના 3.92 લાખ નવા કેસ નોંધવામાં આવ્યા જ્યારે સોમવારે 3.68 લાખ નવા કેસ સામે આવ્યા. કોરોનાના ફેલાવ માટે ઘણી રાજ્ય સરકારો નાઈટ કર્ફ્યુ, વીકલી કર્ફ્યુ અને કલમ 144 લાગુ કરવા જેવા પગલાં લઈ રહી છે.

English summary
Sureme Court advise governments for lockdown to control corona.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X