સુરેશ પ્રભુએ છોડ્યું રેલવે મંત્રાલય, ટ્વીટ કરી માન્યો આભાર

Written By:
Subscribe to Oneindia News

3 સપ્ટેમ્બર ને રવિવારના રોજ મંત્રીમંડળ ફેરબદલ અને વિસ્તરણ કરાયું હતું. મંત્રીમંડળ વિસ્તરણમાં નવા મંત્રીઓના શપથ ગ્રહણ કાર્યક્રમના તુરંત બાદ રેલવે મંત્રી સુરેશ પ્રભુએ ટ્વીટ કરી પોતાનું પદ છોડ્યાની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે, ટૂંકા સમયગાળામાં થયેલ મોટી રેલવે દુર્ઘટનાઓ બાદ સુરેશ પ્રભુએ વાડપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રાજીનામું રજૂ કર્યું હતું. એ સમયે વડાપ્રધાને તેમને થોભી જવા જણાવ્યું હતું. હવે મંત્રીમંડળ ફેરબદલ અને વિસ્તરણ બાદ તેમણે ટ્વીટ કરી, રેલવે મંત્રાલયનો આભાર માન્યો છે અને પોતે આ પદ છોડી રહ્યા હોવાનો સંકેત પણ આપ્યો છે.

suresh prabhu

તેમણે ટ્વીટમાં લખ્યું છે, 13 લાખ + રેલવેના પરિવાર(રેલવે વિભાગ)નો તેમના સહકાર, પ્રેમ અને શુભચિંતાઓ બદલ આભાર માનું છું. હું આ યાદગીરીઓ હંમેશા મારી સાથે રહેશે. સૌને સુખી જીવનની શુભકામના. પોતાના અન્ય એક ટ્વીટમાં તેમણે નવા કેન્દ્રિય મંત્રીઓને શુભકામના પણ પાઠવી છે. વર્ષ 2019 પહેલાનું નરેન્દ્ર મોદી સરકારનું આ છેલ્લું મંત્રીમંડળ વિસ્તરણ છે, જેમાં 4 મંત્રીઓની પદોન્નતિ થઇ છે અને 9 નામો ઉમેરાયા છે. સૂત્રો અનુસાર, રેલવે વિભાગ પિયુષ ગોયલને સોંપવામાં આવશે.

English summary
Suresh Prabhu left Railway Ministry soon after 3rd Cabinet Reshuffle.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.