For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2019માં પીએમ પદ માટે મોદી પહેલી પસંદ, રાહુલનું પત્તું કપાયુંઃ સર્વે

2019ની લોકસભા ચૂંટણી પહેલા થયેલા એક ઓનલાઈન સર્વેમાં સામે આવ્યું કે દેશની જનતા ફરી વખત પીએમ મોદીને પીએમના રૂપે જોવા માગે છે

|
Google Oneindia Gujarati News

2019ની લોકસભા ચૂંટણી પહેલા થયેલા એક ઓનલાઈન સર્વેમાં સામે આવ્યું કે દેશની જનતા ફરી વખત પીએમ મોદીને પીએમના રૂપે જોવા માગે છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની સંસ્થા ઈન્ડિયન પૉલિટિકલ એક્શન કમિટી તરફથી કરેલા આ સર્વેમાં અંદાજીત 48 ટકા લોકોએ માન્યું કે પીએમ મોદી જ દેશના એજન્ડાને આગળ લઈ જઈ શકે છે. 55 દિવસ સુધી ચાલેલા આ ઓનલાઈન સર્વેમાં દેશના 712 જિલ્લાના 57 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો.

કેટલા લોકોની પસંદ બન્યા રાહુલ ગાંધી

કેટલા લોકોની પસંદ બન્યા રાહુલ ગાંધી

રાષ્ટ્રીય એજન્ડા ફોરમ અંતર્ગત કરવામાં આવેલ આ ઓનલાઈન સર્વેમાં પ્રશાંત કિશોરની સંસ્થા આઈ-પીએસી લોકો સામે ચૂંટણી માટે 923 નેતાઓને નોમિનેટ કર્યા હતા. સર્વે અંતર્ગત 2019ના લોકસભા ચૂંટણીમાં પીએમ પદ માટે 48 ટકા વોટ સથા પીએમ મોદી પહેલા સ્થાન પર છે તો કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી આ સર્વેમાં પાછળ રહી ગયા. માત્ર 11 ટકા લોકોએ જ પીએમ પદ માટે રાહુલને પસંદ કર્યા છે.

કેજરીવાલ, અખિલેશ અને માયાવતીને પણ વોટ મળ્યા

કેજરીવાલ, અખિલેશ અને માયાવતીને પણ વોટ મળ્યા

આ સર્વેમાં નામાંકિત કરેલા 923 નેતાઓમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ સામેલ કરવામાં આવ્યા હતા. 9.3 ટકા વોટ સાથે અરવિંદ કેજરીવાલ ત્રીજા સ્થાન પર છે. પીએમ પદ માટે બાકી નેતાઓમાં યૂપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ 7 ટકા વોટ સાથે ચોથા સ્થાન પર, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી 4.2 ટકા વોટ સાથે પાંચમા સ્થાન પર અને બહુજન સમાજ પાર્ટીના મુખ્યા માયાવતી 3.1 ટકા મત સાથે છઠ્ઠા મતે રહ્યાં.

કયા મુદ્દાઓના આધાર પર થયો સર્વે

કયા મુદ્દાઓના આધાર પર થયો સર્વે

પીએમ પદ માટે કરાવવામાં આવેલ ઓનલાઈન સર્વેની યાદીમાં ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક, બિહાના મુખ્યમંત્રી નીતિશ કુમાર, સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી અને એનસીપી નેતા શરદ પવાર સહિત કેટલાય ક્ષેત્રીય અને રાષ્ટ્રીય દળોના પ્રમુખોને રાખવામાં આવ્યા હતા. સર્વે મુજબ મતદાન કરનાર લોકોએ મહિલા સશક્તિકરણ, ખેડૂતોની સમસ્યાઓ, આર્થિક બરબાદી, વિદ્યાર્થીઓની સમસ્યાઓ, સ્વાસ્થ્ય અને સુરક્ષા સિક્ષા, સ્વચ્છતા, સાંપ્રદાયિક એકતા અને બેઝિક શિક્ષા જેવા મુદ્દાઓના આધારે નેતાઓની પસંદગી કરી છે.

સર્વે કેટલો વિશ્વસનિય?

ઉલ્લેખનીય છે કે આ સર્વે ઓનલાઈન થયો હતો ત્યારે સર્વે કેટલો વિશ્વસનિય છે તે મોટો સવાલ છે અને બીજો મહત્વનો મુદ્દો એ છે કે ઓનલાઈન વોટ માત્ર તે લોકો જ કરી શકે જેમની પાસે ઈન્ટરનેટ હોય, તેથી સંપૂર્ણપણે આ સર્વેને સાચો ન માની શકાય. સર્વે કરાવનાર ખુદ પ્રશાંત કિશોરની સંસ્થાના ટ્વિટર અકાઉન્ટમાંથી ટ્વીટ કરીને સ્પષ્ટતા પણ કરી હતી. આ પણ વાંચો-ભાજપ જોઈન કરી શકે છે સાઉથના સુપરસ્ટાર મોહનલાલ

English summary
Survey Before Lok Sabha Elections 2019, Narendra Modi Gets 48% Votes in Online Poll.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X