ગૈલપે પોતાના સર્વેમાં આપ્યા કોંગ્રેસની હારના કારણો

Google Oneindia Gujarati News

નવી દિલ્હી/વોશિંગ્ટન: અમેરિકાની જાણીતી પબ્લિક ઓપિનિયન સંસ્થા ગૈલપે પોતાના એક સર્વેમાં જણાવ્યું કે ઘણા બધા ભારતીય દેશભરમાં વ્યાપ્ત ભષ્ટાચારને એક મોટી સમસ્યા માને છે અને તેમને લાગે છે કે વર્તમાન સરકાર આ સમસ્યાને દૂર કરવા માટે જરૂરી પ્રયત્નો નથી કરી. ગૈલપ અનુસાર ભ્રષ્ટાચારનો મુદ્દો આ ચૂંટણીમાં વોટર્સની વચ્ચે મોટી માત્રામાં વ્યાપ્ત રહેવાનો છે.

ગૈલપના સર્વે અનુસાર ચૂંટણીમાં એકબીજા સાથે સ્પર્ધા કરી રહેલી રાજનૈતિક પાર્ટીઓ દાવો કરી રહી છે કે તેઓ આ સમસ્યાનો સારી રીતે ઉકેલ લાવી શકે છે. અને સમસ્યાને દૂર કરવા માટે જરૂરી ઉપાય કરશે.

પરંતુ તેમ છતાં દેશના તમામ વોટરો જેમાં પહેલીવાર વોટ કરવા જઇ રહેલા 150 મિલિયન વોટરોની વચ્ચે મોટા સ્તર પર આ મુદ્દો રહેવાનો છે. તેઓ વોટિંગ કરતી વખતે આ મુદ્દાને ચોક્કસ ધ્યાનમાં લેશે.

ગૈલપે પોતાના સર્વેમાં એ વાત પણ કહી છે કે સર્વેમાં જે પ્રતિસાદ મળ્યો છે તેમાં અંતરના કારણે તે ક્ષેત્રની સ્થાનીય સરકાર તરફથી ભ્રષ્ટાચારને ખતમ કરવાના ઉપાયોના કારણે છે. ગૈલપની માનીએ તો આ સર્વે ભારતીય સરકાર માટે મત વ્યક્ત નથી કરતા. જોકે આ સર્વેમાં સવાલ અનુસાર દેશની સરકાર અંગે વિચાર જાણવાના ઉદ્દેશ્યથી રાખવામાં આવ્યા હતા.

ગૈલપ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર સર્વેના પરિણામો 3000 વોટર, 15 વર્ષ અને તેનાથી વધારે વર્ષના વોટરોની વચ્ચે સપ્ટેમ્બર-ઓક્ટોબર 2013 દરમિયાન થયેલા ઇન્ટરવ્યૂ પર આધારિત છે.

ગૈલપે વર્ષ 2008થી વર્ષ 2012ની વચ્ચે લગભગ 2,000થી લઇને 5,000 લોકોનું ઇન્ટરવ્યૂ કર્યું હતું. વર્ષ 2013 અને વર્ષ 2012ના સેમ્પલોની વચ્ચે થોડાક જ પોઇન્ટનું અંતર છે.

જાણો કયા કારણોસર હારશે કોંગ્રેસ...

54 ટકા મતદાતા સરકારથી નિરાશ

54 ટકા મતદાતા સરકારથી નિરાશ

ગૈલપના સર્વેથી સ્પષ્ટ છે કે દેશના મોટાભાગના મતદાતા એટલે કે 51 ટકા મતદાતાઓને લાગે છે કે વર્તમાન સરકાર ભ્રષ્ટાચાર વિરુધ્ધ જરૂરી પગલા ભરવામાં નિષ્ફળ રહી છે, જેના કારણે કોંગ્રેસ પાર્ટીને ચૂંટણીમાં ભારે નુકસાની ભોગવી પડે તેમ છે.

54 ટકા યુવાનોએ કોંગ્રેસને નકારી

54 ટકા યુવાનોએ કોંગ્રેસને નકારી

ગૈલપ અનુસાર દેશના 54 ટકા એવા વોટર છે જેમની ઉંમર 18થી 34 વર્ષની વચ્ચે છે અને તેઓ કોઇપણ રાજનીતિ પાર્ટીનું ભવિષ્ય નક્કી કરવાની હામ ધરાવે છે અને તેઓ કોંગ્રેસને નકારી ચૂક્યા છે.

ત્રણ ચતુર્થાંશ યુવાઓએ માની વાસ્તવિકતા

ત્રણ ચતુર્થાંશ યુવાઓએ માની વાસ્તવિકતા

ગૈલપના સર્વે અનુસાર 18થી 34 વર્ષની વચ્ચેના ત્રણ ચતુર્થાંશ ભારતીય યુવા માને છે કે સરકારમાં ભ્રષ્ટાચાર મોટા પાયે ફેલાયેલું છે.

76 ટકા પુખ્તવયના મતદારો નિરાશ

76 ટકા પુખ્તવયના મતદારો નિરાશ

ગૈલપના આ સર્વે પર જો વિશ્વાસ કરીએ તો 35 વર્ષથી 54 વર્ષની ઉંમરની વચ્ચે 76 ટકા લોગો અને 55 અથવા તેનાથી વધારે ઉંમરના 72 ટકા લોકો પણ યુવાનો સાથે સરોકાર રાખે છ. આ લોકો પણ દેશમાં ફેલાયેલા ભ્રષ્ટાચારથી ઘણા નિરાશ છે.

ઉત્તરના મતદાતા જાગૃત

ઉત્તરના મતદાતા જાગૃત

ગૈલપ અનુસાર ઉત્તરમાં રહેનાર મતદાતાઓ ભ્રષ્ટાચાર વિરુધ્ધ સંદેશ આપવામાં દક્ષિણના મતદાતાઓની તુલનામાં આગળ છે. ગૈલપે જણાવ્યું છે કે જ્યા ઉત્તરી ભાગમાં 10માંથી 9 ભારતીયોએ માન્યુ કે ભ્રષ્ટાચાર મોટા સ્તર પર વ્યાપ્ત છે તો ત્યાં દક્ષિણના માત્ર 65 ટકા મતદાતા જ એવું માને છે.

દક્ષિણનું અંતર

દક્ષિણનું અંતર

ગૈલપે જ્યારે વર્ષ 2012માં સર્વે કરાવ્યો હતો તો દક્ષિણમાં લગભગ 82 ટકા મતદાતાઓએ ભ્રષ્ટાચારને મોટા સ્તર પર ફેલાયેલ સમસ્યા તરીકે જોયો હતો. દક્ષિણના મતદાતાઓ અનુસાર ભ્રષ્ટાચારના મુદ્દાને તેઓ ઇચ્છીને પણ પોતાના દિમાગથી દૂર કરી શકતા નથી.

પૂર્વ ભારતના લોકોનો મત

પૂર્વ ભારતના લોકોનો મત

ગૈલપે જણાવ્યું કે દેશના પૂર્વ ભાગના 50 ટકા મતદાતા કોંગ્રેસથી સંતુષ્ટ છે અને માને છે કે પાર્ટીએ ભ્રષ્ટાચારને દૂર કરવા માટે તમામ જરૂરી ઉપાયો કર્યા છે. જ્યારે ઉત્તર ભારતના 80 ટકા મતદાતા કોંગ્રેસથી અસંતુષ્ટ છે.

યુવાઓનોના અલગ-અલગ વિચાર

યુવાઓનોના અલગ-અલગ વિચાર

ગૈલપ તરફથી કરવામાં આવેલા નિવેદન અનુસાર દેશના મોટા ભાગના યુવાનો ચૂંટણી દરમિયાન ઇમાનદારીવાળા મુદ્દાઓ પર વહેચાયેલા દેખાય છે. જ્યાં 46 ટકા યુવાનોનું માનવું છે કે તેઓ પ્રક્રિયામાં વિશ્વાસ રાખે છે જ્યારે 43 ટકા યુવાનોનું માનવું છે કે તેમને તેની પર જરા પણ વિશ્વાસ નથી.

English summary
A survey by Gallup says corruption is still a key issue among Indian voters and will have an impact on Congress party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X