• search

In Depth: ગુજરાત પ્રવાસથી ઘટી કેજરીવાલની લોકપ્રિયતા

નવી દિલ્હી, 11 માર્ચઃ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ પૂર્ણ થયા પછી ચાર દિવસ બાદ જે અહેવાલ આવ્યો છે, તે આપ કાર્યકર્તાઓનું મનોબળ ડગાવી શકે છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દાવો કર્યો છે કે, તેમનો રોડ શો સફળ થયો પરંતુ ખરા અર્થમાં આ એક ફ્લોપ શો હતો, જેનાથી કેજરીવાલની લોકપ્રિયતા ઘટી ગઇ છે.

આપ કાર્યકર્તા કહે છે કે ગુજરાતમાં કેજરીવાલ વધુ લોકપ્રિય થઇ ગયા છે, જ્યારે અધ્યન કહે છે કે તેમની છબી આ પ્રવાસથી ખરાબ થઇ છે. આ અધ્યયન ટ્વિટર પર કરવામાં આવેલા પરિણામો અને હૈશ ટૈગ પર મળેલા કોમેન્ટ્સના આધારે કરવામાં આવ્યો છે. ટ્વિટર પર કરવામા આવેલા અધ્યયનમાં સોશિયલ નેટવર્કિંગ પર સક્રિય લોકોના મનમાં શું ચાલી રહ્યું છે, એ વાત જાણવામાં આવી છે.

અધ્યયન અનુસાર આ ચાર દિવસોમાં કેજરીવાલ પ્રત્યે નકારાત્મક વિચારો અને ભાવનાઓમાં 84 ટકા વધારો થયો છે, જ્યારે સકારાત્મક વિચારોમાં માત્ર 17 ટકાનો વધારો થયો છે. સકારાત્મક-નકારાત્મક બન્ને વ્યવહારોમાં ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા અધ્યયન અનુસાર ગુજરાતમાં કેજરીવાલને પસંદ કરનારાઓની સંખ્યા ઘટી છે. ઓહિયો સેન્ટર ઓફ એક્સીલેન્સના રિસર્ચર શ્રેયાંશ ભટ્ટે અધ્યયનનો અહેવાલ નોલેજ બેસ્ટ પોર્ટલ Kno.e.sis પર પ્રકાશિત કર્યો છે. પોર્ટલના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર પ્રો. અમિત શેઠ અનુસાર તેમની સંસ્થા ટ્વિટર પર સક્રિય લોકોના વ્યવહારના આધારે વિભિન્ન સામાજિક મુદ્દાઓ પર રિસર્ચ કરે છે.

કેજરીવાલનો ડ્રામા

કેજરીવાલનો ડ્રામા

ખાસ વાત એ છે કે ગુજરાતમાં કેજરીવાલ પહોંચ્યા ત્યારે જ તેમને રોકવામાં આવ્યા કારણ કે એ દિવસથી આચારસંહિતા લાગુ થઇ ચૂકી હતી. તેમ છતાં તેમના કાર્યકર્તાઓએ દિલ્હીમાં હંગામો કર્યો, ભાજપના કાર્યાલય પર પ્રદર્શન કર્યું, તોડફોડ અને મારપીટ કરી. આ આગ લખનઉ, અલ્હાબાદ અને અન્ય શહેરો સુધી પહોંચી.

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ

રાજીનામું આપ્યા પછી કેજરીવાલ હજુ પણ દિલ્હીના મુખ્યમંત્રી બનેલા છે, મનીશ સિસોદિયાએ આ બબાલ બાદ મીડિયાને કહ્યું કે, અમે ગુજરાત સીએમ ઓફીસમાં અરજી કરી કે દિલ્હીના મુખ્યમંત્રી આવી રહ્યાં છે, મળવા માટે, પરંતુ તેમણે કંઇ સાંભળ્યુ નહીં, જે પ્રદેશમાં કોઇ રાજ્યના મુખ્યમંત્રી સાથે દુર્વ્યવહાર થાય તેની અંદર શું ચાલી રહ્યું છે, તેનો અંદાજો તમે લગાવી શકો છો.

સર્વેનો અહેવાલ

સર્વેનો અહેવાલ

સર્વેના અહેવાલને ધ્યાનથી જોઇએ તો સ્પષ્ટ જણાઇ આવે છે કે, પાંચ, છ અને સાત માર્ચે કેજરીવાલ પ્રતિ નકારાત્મક દ્રષ્ટિકોણ વધ્યો છે.

સિસોદિયાની કાર પર હુમલો

સિસોદિયાની કાર પર હુમલો

ગુજરાતના ગાંધીનગરમાં બબાલ બાદ જ્યારે કાફિલો કચ્છ પહોચ્યો તો ત્યા સિસોદિયાની કાર પર હુમલાની ખબર આવી છે.

યોગેન્દ્ર યાદવના મોઢે શાહી ચોપડી

યોગેન્દ્ર યાદવના મોઢે શાહી ચોપડી

જે દરમિયાન કેજરીવાલ ગુજરાતમાં હતા એ દરમિયાન એક સભાને દિલ્હીમાં સંબોધિત કરી રહેલા યોગેન્દ્ર યાદવના મોઢે કાળી શાહી ચોપડવામાં આવી.

તો દેશભરના કોંગ્રેસી કેવી રીતે જીવીત છે

તો દેશભરના કોંગ્રેસી કેવી રીતે જીવીત છે

કેજરીવાલે કહ્યું કે, નરેન્દ્ર મોદી વિરુદ્ધ ગુજરાતમાં જે પણ ઉભો રહે છે, તેને ખરીદ લેવામાં આવે છે અથવા તો તેની હત્યા કરાવી દેવામાં આવે છે. હવે એ પ્રશ્ન ઉઠે છે કે જો વાત ખરેખર સાચી છે તો અત્યાર સુધી ગુજરાતમાં કોંગ્રેસી કેવી રીતે જીવીત છે.

English summary
AAP supporters claimed that Arvind Kejriwal's Gujarat visit was huge success, but the latest study done says it was nothing but a flop show.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more