સર્વે: પંજાબ-હરિયાણા-હિમાચલમાં લોકમત શું કહે છે
નવી દિલ્હી, 4 એપ્રિલ: હાલમાં દેશભરમાં ચૂંટણીનો રંગ ધીરે ધીરે ચડી રહ્યો છે. રોજને રોજ અવનવા પ્રી ઇલેક્શન પોલ અને ચૂંટણી સર્વે થતા રહે છે. આવો જોઇએ પંજાબ-હરિયાણા-હિમાચલ પ્રદેશમાં સીએસડીએસ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં શું પરિણામો સામે આવ્યા છે.
હરિયાણા
આપણે સૌથી વહેલા વાત કરીએ 10 લોકસભા બેઠકો ધરાવતા હરિયાણાની અને 13 લોકસભા બેઠકોવાળા પંજાબની. પહેલા વાત કરીએ હરિયાણાની. સર્વે અનુસાર હરિયાણામાં 36 ટકા વોટ BJP+HJCને, 30 ટકા વોટ કોંગ્રેસને અને 16 ટકા વોટ INLDને મળવાનું અનુમાન છે. આ ઉપરાંત 7 ટકા વોટ આપના ફાળે જતા દેખાઇ રહ્યા છે, જ્યારે 5 ટકા વોટ બસપાને પણ મળવાની સંભાવાના છે.

સર્વેમાં મળેલી લોકોના મત અનુસાર 42 ટકા વોટ SAD+BJPને મળવાની સંભાવના છે. 29 ટકા વોટ CONG+PPPને, અને 5 ટકા વોટ બસપાને અને 14 ટકા વોટ આપને મળવાની સંભાવના છે.
હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશની વાત કરીએ તો અહીં કોને કેટલા વોટ મળશે? એવા સવાલમાં સીએસડીએસના સર્વે પ્રમાણે 45 ટકા લોકો ભાજપને વોટ કરવાના પક્ષમાં છે જ્યારે 45 ટકા વોટર્સ કોંગ્રેસની સાથે પણ જોવા મળી રહ્યા છે. જ્યારે 7 ટકા વોટર્સ એવા છે જેઓ આપની સાથે જવા માગે છે.












Click it and Unblock the Notifications
