સર્વે: બિહારમાં મોદીની લહેર, ભાજપ સૌની પર ભારે

નવી દિલ્હી, 1 એપ્રિલ: મતોની ગણતરીમાં માત્ર 45 દિવસ જ રહી ગયા છે, એવામાં સીએસડીએસ દ્વારા કરવામાં આવેલો આ સર્વે આપને જણાશે કે કઇ પાર્ટીને કેટલી બેઠકો મળવાની સંભાવના છે. સેંટર ફોર સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો છે. બિહાર પર આમ તો ઘણા સર્વે થઇ ગયા પરંતુ ત્યારબાદ રાજનીતિમાં ઘણી ઉથલપાથલ સર્જાઇ છે. અને રાજકીય સમીકરણો પણ બદલાઇ ગયા છે.

બિહારનું મહત્વ રાજ્યમાં લોકસભાની 40 બેઠકો છે. ભાજપને રાજ્યમાં મોદી લહેર હોવાનો વિશ્વાસ છે. જ્યારે નીતિશ કુમારની સામે ગઢ બચાવવાનો પડકાર છે. રાજ્યમાં મોદી સામે નીતિશની લડાઇની અગ્નિ પરીક્ષા થશે. સાથે સાથે લાલુ-કોંગ્રેસને મતોના ધ્રુવીકરણની આશા છે.

સર્વેમાં જ્યારે બિહારની જનતાને એ પૂછવામાં આવ્યું કે તેઓ JDU સરકારથી કેટલા સંતુષ્ટ છે તો 32 ટકા લોકોએ જેડીયૂ સરકારના કામકાજથી સંતુષ્ટ હોવાનો દાવો કર્યો જ્યારે 4 ટકા લોકો કેન્દ્રની યુપીએ સરકારથી સંતુષ્ટ દેખાયા.

બિહારની જનતા કયા પક્ષને આપે છે કેટલું મહત્વ જુઓ સર્વેનું તારણ સ્લાઇડરમાં....

બિહારમાં કેટલો વિકાસ થયો છે?

બિહારમાં કેટલો વિકાસ થયો છે?

સર્વેમાં પૂછવામાં આવેવા આ સવાલ પર 11 ટકા લોકોએ માન્યુ છે કે બિહાર ખૂબ જ વિકસિત થયું છે. 41 ટકા લોકોના મતે બિહારમાં વિકાસ થયો છે પરંતુ જોઇએ તેટલો નહીં. જ્યારે 27 ટકા લોકોના મતે માત્ર કેટલાંક લોકોને જ વિકાસનો લાભ મળ્યો છે, જ્યારે 14 ટકાના મતે સુશાસન-વિકાસના દાવા પોકળ છે.

બિહારના ચૂંટણી મુદ્દા

બિહારના ચૂંટણી મુદ્દા

બિહારના ચૂંટણી મુદ્દાની વાત કરીએ તો સર્વેમાં 29 ટકા લોકોએ મોંઘવારીને ચૂંટણી મુદ્દો માન્યો. 20 ટકા લોકોએ વિકાસ અને અર્થવ્યવસ્થા, 15 ટકા લોકોએ રોજગાર, 7 ટકા લોકોએ ભ્રષ્ટાચાર અને 6 ટકા લોકોએ વીજળીને ચૂંટણી મુદ્દો ગણાવ્યો છે.

કોને કેટલાં વોટ?

કોને કેટલાં વોટ?

બિહારમાં કોને કેટલા વોટ મળશે જો હાલમાં ચૂંટણી થાય છે તો સર્વે પ્રમાણે સૌથી વધારે 43 ટકા વોટ ભાજપ અને એલજેપીના ખાતામાં જવાનું અનુમાન છે. ત્યારબાદ 28 ટકા વોટ CONG-RJD-NCPને, 16 ટકા જેડીયૂને અને માત્ર 2 ટકા વોટ આપને મળવાની સંભાવના છે.

કોને કેટલી બેઠકો?

કોને કેટલી બેઠકો?

બિહારમાં કુલ 40 લોકસભા બેઠકો છે, જો હાલમાં ચૂંટણી થાય તો કોને કેટલી બેઠકો મળશે. માર્ચમાં થયેલા સર્વે અનુસાર ભાજપ-એલજેપી ગઠબંધનને સૌથી વધારે 21થી 29 બેઠકો મળતી દેખાઇ રહી છે. કોંગ્રેસ-આરજેડીને 7થી 13 બેઠકો, સત્તાધારી જેડીયૂને માત્ર 2થી 5 બેઠકો જ અને અન્યને શૂન્યથી 3 બેઠકો મળવાનું અનુમાન છે.

કયા વર્ગના વોટ કોને?

કયા વર્ગના વોટ કોને?

બિહારમાં કયા વર્ગના લોકોના વોટ કઇ પાર્ટીને મળશે? સર્વે અનુસાર 71 ટકા સવર્ણોના વોટ ભાજપ અને તેના સહયોગી દળ એલજેપીને મળવાનું અનુમાન છે. 54 ટકા યાદવ વોટ કોંગ્રેસ-આરજેડીને મળી શકે છે. 45 ટકા અન્ય ઓબીસી મત ભાજપ અને તેના સહયોગીઓને મળવાની શક્યતા છે. 33 ટકા દલિત વોટ ભાજપ અને તેના સહયોગીઓને મળી શકે છે. 53 ટકા મુસ્લિમ વોટ કોંગ્રેસ અને આરજેડીને, જ્યારે 22 ટકા ભાજપને અને તેના સહયોગી દળોને મળશે. જ્યારે 10 ટકા મુસ્લિમ વોટ જેડીયૂને મળવાની શક્યતા છે.
જો હાલમાં ચૂંટણી થાય તો સૌથી વધારે 35 ટકા વોટ ભાજપના ખાતામાં, 26 ટકા વોટ જેડીયૂને, 19 ટકા વોટ આરજેડીને, 3 ટકા વોટ એલજેપીને અને 8 ટકા વોટ કોંગ્રેસને મળવાની સંભાવના છે.

કોણ બને વડાપ્રધાન?

કોણ બને વડાપ્રધાન?

બિહારમાં સર્વે દરમિયાન આ સવાલ પર 42 ટકા લોકોએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા જણાવ્યું, જ્યારે 10 ટકા લોકો રાહુલ ગાંધી અને 4 ટકા લોકો સોનિયા ગાંધીને વડાપ્રધાન બનાવવાના પક્ષમાં દેખાયા. જ્યારે 9 ટકા લોકો નીતિશ કુમાર અને 6 ટકા લોકો લાલુ યાદવને વડાપ્રધાન તરીકે જોવા માગે છે.

લાલુની રીતિઓ

લાલુની રીતિઓ

લાલુની રાજનૈતિક રીતિઓ પર બિહારની જનતા શું વિચારે છે? સર્વેમાં 49 ટકા લોકોએ જણાવ્યું કે પાસવાન સાથે ગઠબંધન ના થવા માટે લાલુ જવાબદાર છે. જ્યારે 49 ટકાએ જણાવ્યુ કે લાલુએ પરિવાર માટે જૂના સાથિઓની અણદેખી કરી છે.

ભાજપ-એલજેપી ગઠબંધન

ભાજપ-એલજેપી ગઠબંધન

બિહારમાં BJP-LJP ગઠબંધન પર લોકોના વિચાર. 55 ટકા ઉચ્ચ જાતિના લોકો BJP-LJP ગઠબંધનન પક્ષમાં છે જ્યારે 38 ટકા દલિત BJP-LJP ગઠબંધનની સાથે હતા જ્યારે 30 ટકા દલિત BJP-LJP ગઠબંધનની વિરુધ્ધ હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X