દિલ્હી માટે 90 ટકા જનતા ઇચ્છે છે ચૂંટણી: સર્વે
નવી દિલ્હી: બહુમત વિના ભાજપ દિલ્હીમાં સરકાર બનાવશે કે નહી, તેનું રહસ્ય હજુ સુધી અકબંધ છે પરંતુ દિલ્હીની જનતા ઇચ્છે છે કે ભાજપને બહુમત વિના સરકાર બનાવવી ન જોઇએ.
આ 5 વાતોમાં છુપાયેલા છે આગામી વિધાનસભાના પરિણામ
ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયેલા સર્વે અનુસાર 90 ટકા દિલ્હીની જનતા ઇચ્છે છે કે નવેસરથી ચૂંટણી કરાવવી જોઇએ. 2/3 લોકોનું માનવું છે કે ભાજપને બહુમત વગર સરકાર બનાવવી ન જોઇએ. દિલ્હીના એક હજાર 38 લોકો સાથે વાત કરીને સી વોટરે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા માટે સર્વે કર્યો છે.

સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી કેજરીવાલ
સર્વેમાં લોકોએ જણાવ્યું હતું કે દિલ્હીમાં ભાજપની લહેર નથી. હજુપણ લોકોને લાગે છે કે દિલ્હીની સમસ્યાને આમ આદમી પાર્ટી ખતમ કરી શકે છે.

લોકપ્રિય મુખ્યમંત્રી
સર્વે અનુસાર દિલ્હીના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હોઇ શકે છે.

34 ટકા
34 ટકા લોકો અરવિંદ કેજરીવાલના પક્ષમાં છે.

17 ટકા
17 ટકા લોકો હર્ષવર્ધનના પક્ષમાં છે.

10 ટકા
આ ઉપરાંત મુખ્યમંત્રી પદના ઉમેદવારોમાંથી કોઇપણને નહી ને 10 ટકા પણ વોટ મળ્યા નથી.

કિરણ બેદી
65 ટકા લોકો ઇચ્છે છે કે પૂર્વ આઇપીએસ અધિકારી કિરણ બેદી ભાજપ જોઇન કરે.

ગઠબંધન
દિલ્હીના વોટર્સ પાસે જ્યારે 'આપ-કોંગ્રેસ ગઠબંધન અથવા 'આપ-ભાજપ' ગઠબંધન પર પસંદ પૂછવામાં આવી તો 39 ટકાએ 'આપ-કોંગ્રેસના પક્ષમાં સલાહ આપી. જ્યારે તેમાં 32થી ઓછા ટકા લોકોએ 'આપ-ભાજપ'ને પોતાની પસંદગી ગણાવી.

70 ટકા
70 ટકા લોકોનું એમ કહેવું છે કે અરવિંદ કેજરીવાલની દિલ્હીમાં પોપ્યુલિરીટી ઓછી થઇ છે પરંતુ તેમછતાં પણ લોકો આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી રહ્યાં છે.

49 દિવસોના કાર્યકાળમાં સારું કામ કર્યું
લોકોનું માનવું છે કે દિલ્હીની મુખ્ય સમસ્યાઓ મોંઘવારી (26%), વિજળી (16%), પાણી (14%), અને ભ્રષ્ટાચાર (12%) પર આપની સરકારે પોતાના 49 દિવસોના કાર્યકાળમાં સારું કામ કર્યું છે.