સર્વે: પશ્ચિમ બંગાળમાં 'દીદી'નો જાદુ યથાવત, 23-29 બેઠકો મેળવશે

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 માર્ચ: લોકસભા ચૂંટણી રંગ દેશમાં લાગી ગયો છે. આખો દેશ ધીરે ધીરે ચૂંટણીના રંગમાં રંગાઇ રહ્યું છે. સામાન્ય ચૂંટણી-2014માં શું હશે મતદાતાઓનો મિજાજ? પહેલા તબક્કાનું મતદાન માત્ર એક અઠવાડીયા જ દૂર છે, એવામાં આ સવાલનો જવાબ મેળવવા માટે સીએસડીએસે એક ખાસ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. તેના આંકડાઓનું ચેન્નઇ મેથેમેટિકલ ઇન્સ્ટીટ્યૂટના ડાયરેક્ટર ડોક્ટર રાજીવ લક્ષ્મણ કરંધિકરે કર્યું છે.

પશ્ચિમ બંગાળ 42 લોકસભા બેઠકોની સાથે ત્રીજુ મોટુ રાજ્ય છે. આ વખતે તૃણમૂલ કોંગ્રેસ એકલી જ ચૂંટણી મેદાનમાં ઝંપલાવી રહી છે. મમતાને દેશની ત્રીજી સૌથી મોટી પાર્ટી બનવાનો વિશ્વાસ છે. મમતાનું સારુ પ્રદર્શન મોદીનો રથ રોકી શકે છે. જ્યારે લેફ્ટ ફ્રંટની સામે ભવિષ્ય બચાવવાનો પડકાર છે.

સરકારના કામકાજની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં 38 ટકા લોકો રાજ્ય સરકારના કામથી સંતુષ્ટ દેખાયા જ્યારે 17 ટકા લોકો કેન્દ્ર સરકારના કામથી સંતુષ્ટ દેખાયા. પશ્ચિમ બંગાળમાં વોટિંગનું આધાર શું હશે, સર્વેમાં આ સવાલના જવાબમાં 40 ટકા લોકોએ જણાવ્યું કે તેઓ રાજ્ય સરકારનું કામ જોઇને વોટ કરશે. 19 ટકા લોકો માટે વોટનું આધાર કેન્દ્ર સરકારનું કામ હશે જ્યારે 13 ટકા લોકો માટે વોટિંગનું આધાર કેન્દ્ર-રાજ્ય બંને સરકારના કામ પર રહેશે.

પશ્ચિમ બંગાળના સર્વેમાં શું ખાસ જુઓ સ્લાઇડરમાં...

પશ્ચિમ બંગાળનો સર્વે

પશ્ચિમ બંગાળનો સર્વે

પશ્ચિમ બંગાળ 42 લોકસભા બેઠકોની સાથે ત્રીજુ મોટુ રાજ્ય છે. આ વખતે તૃણમૂલ કોંગ્રેસ એકલી જ ચૂંટણી મેદાનમાં ઝંપલાવી રહી છે. મમતાને દેશની ત્રીજી સૌથી મોટી પાર્ટી બનવાનો વિશ્વાસ છે. મમતાનું સારુ પ્રદર્શન મોદીનો રથ રોકી શકે છે. જ્યારે લેફ્ટ ફ્રંટની સામે ભવિષ્ય બચાવવાનો પડકાર છે.

ચૂંટણી મુદ્દો શું છે?

ચૂંટણી મુદ્દો શું છે?

19 ટકા લોકોના અનુસાર વિકાસ ચૂંટણી મુદ્દો છે. 11 ટકા લોકો માટે મોંઘવારી, જ્યારે 5 ટકા લોકો માટે બેરોજગારી, અને 4 ટકા લોકો માટે માર્ગોની હાલત ચૂંટણી મુદ્દો છે.

કોને કેટલાં વોટ?

કોને કેટલાં વોટ?

સૌથી વધારે 38 ટકા વોટ ટીએમસીને મળવાનું અનુમાન છે, જ્યારે 25 ટકા વોટ લેફ્ટ ફ્રંટને, 16 ટકા વોટ કોંગ્રેસને અને 12 ટકા વોટ ભાજપને મળવાનું અનુમાન છે.

કોને કેટલી બેઠકો?

કોને કેટલી બેઠકો?

42 લોકસભા બેઠકોવાળા પશ્ચિમ બંગાળમાં કોને કેટલી બેઠકો મળશે? માર્ચમાં કરવામાં આવેલા સર્વે અનુસાર ટીએમસીને સૌથી વધારે 23થી 29 બેઠકો મળવાનું અનુમાન છે. લેફ્ટ ફ્રંટને 7થી 13 બેઠકો મળી શકે છે. કોંગ્રેસને 4થી 7 બેઠકો અને ભાજપને શૂન્યથી 1 બેઠક મળવાનું અનુમાન છે.

કયા હિસ્સામાં કોની વચ્ચે મુકાબલો થશે?

કયા હિસ્સામાં કોની વચ્ચે મુકાબલો થશે?

ઉત્તર બંગાળની વાત કરીએ તો કોંગ્રેસ-ટીએમસી-લેફ્ટની વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે. દક્ષિણ પશ્ચિમ બંગાળમાં લેફ્ટ પર ટીએમસીને ભારે બઢત છે. દક્ષિણ પૂર્વ બંગાળમાં ટીએમસી આગળ છે પરંતુ લેફ્ટથી નજીક છે, જ્યારે ગ્રેટર કોલકત્તામાં ટીએમસી વિરુધ્ધ ભાજપ વિરુધ્ધ લેફ્ટની લડાઇ છે.

ક્યાં કોનો રહેશે દબદબો?

ક્યાં કોનો રહેશે દબદબો?

ગ્રામીણ વિસ્તારોના 43 ટકા ટીએમસીને જ્યારે 30 ટકા વોટ લેફ્ટને મળતા દેખાઇ રહ્યા છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 54 ટકા વોટ ટીએમસીને અને 21 ટકા વોટ લેફ્ટને મળવાની સંભાવના છે.

ગયા વર્ગના વોટ કોને?

ગયા વર્ગના વોટ કોને?

પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ વોટની વાત કરીએ તો સૌથી વધારે 35 ટકા મુસ્લિમ વોટ ટીએમસીના ખાતામાં જતા દેખાઇ રહ્યા છે, ત્યાર બાદ 28 ટકા કોંગ્રેસને, 25 ટકા લેફ્ટને જ્યારે માત્ર 5 ટકા મુસ્લિમ વોટ ભાજપના ખાતામાં જતા દેખાઇ રહ્યા છે.

કોણ બને વડાપ્રધાન?

કોણ બને વડાપ્રધાન?

પશ્ચિમ બંગાળની જનતા કોને વડાપ્રધાન બનાવવા માગે છે? એવા સવાલના જવાબમાં 15 ટકા લોકો નરેન્દ્ર મોદીના પક્ષમાં દેખાયા જ્યારે 12-12 ટકા લોકો મમતા બેનર્જી અને રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાના પક્ષમાં દેખાયા.

વડાપ્રધાન તરીકે મમતા કેમ રહેશે?

વડાપ્રધાન તરીકે મમતા કેમ રહેશે?

આની પર 38 ટકા મતદાતાઓએ જણાવ્યું કે મમતા સારા વડાપ્રધાન સાબિત થશે. જ્યારે 28 ટકા લોકોના મતે ખરાબ વડાપ્રધાન સાબિત થશે. પરંતુ 67 ટકા ટીએમસી વોટરોએ માન્યું કે મમતા સારા વડાપ્રધાન સાબિત થશે જ્યારે 11 ટકા ટીએમસી વોટરો તેને ગણકારતા નથી.

શું મમતા બની શકે છે વડાપ્રધાન?

શું મમતા બની શકે છે વડાપ્રધાન?

25 ટકા વોટર માને છે કે મમતા પીએમ બની શકે છે જ્યારે 30 ટકા વોટર એવું નથી માનતા. પરંતુ જ્યારે આ સવાલ ટીએમસી વોટરોને પૂછવામાં આવ્યું તો 43 ટકાએ જણાવ્યું કે મમતા બની શકે છે, જ્યારે 17 ટકા ટીએમસી વોટર્સે જણાવ્યું કે તેવાં કોઇ સંકેત નથી.

English summary
Survey of West Bengal: Mamata Benerjee's TMC will 23 to 29 seat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X