For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકા ગાંધી પર પ્રહાર, ચૂંટણી કોઈ બ્યુટી કોન્ટેસ્ટ નથી: સુશીલ મોદી

પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ મહાસચિવ બનાવ્યા પછી રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. પ્રિયંકા ગાંધીને યુપીની કમાન સોંપ્યા પર ભાજપે પ્રહાર કર્યો છે કે કોંગ્રેસ પાર્ટી માની ચુકી છે કે રાહુલ ગાંધી ફેલ થઇ ચુક્યા

|
Google Oneindia Gujarati News

પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ મહાસચિવ બનાવ્યા પછી રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. પ્રિયંકા ગાંધીને યુપીની કમાન સોંપ્યા પર ભાજપે પ્રહાર કર્યો છે કે કોંગ્રેસ પાર્ટી માની ચુકી છે કે રાહુલ ગાંધી ફેલ થઇ ચુક્યા છે. જયારે બીજી બાજુ પ્રિયંકા ગાંધીની એન્ટ્રી પર ભાજપા નેતાઓની જીભ લપસી રહી છે. હવે બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ કહ્યું છે કે ચૂંટણી કોઈ બ્યુટી કોન્ટેસ્ટ નથી.

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીને કેમ સોંપવામાં આવી પૂર્વ યૂપીની જવાબદારી, જાણો પડદા પાછળનું કારણ

ચૂંટણી કોઈ બ્યુટી કોન્ટેસ્ટ નથી

ચૂંટણી કોઈ બ્યુટી કોન્ટેસ્ટ નથી

સુશીલ મોદી એ કહ્યું છે કે ચૂંટણી કોઈ બ્યુટી કોન્ટેસ્ટ નથી લોકો ફક્ત પાછલા પ્રદર્શનને આધારે જ ચૂંટણીમાં વોટ કરશે. સુશીલ મોદીએ પશ્ચિમ બંગાળમાં હાવડામાં આ વાત કહી. તેઓ ભાજપની એક રેલીમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. જયારે સુશીલ મોદી અને બીજા ભાજપા નેતાઓના નિવેદન પર કોંગ્રેસે પણ પલટવાર કર્યો છે.

કોંગ્રેસે પણ પલટવાર કર્યો

કોંગ્રેસે પણ પલટવાર કર્યો

કોંગ્રેસે જવાબી પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપના નેતાઓના નિવેદન દર્શાવે છે કે તેઓ પ્રિયંકા ગાંધીના રાજનીતિમાં આવવાથી ગભરાઈ ચુક્યા છે. રાજ્યસભા સદસ્ય અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પ્રદીપ ભટ્ટાચાર્ય ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભાજપ ચૂંટણી પરિણામોને કારણે પહેલાથી ગભરાઈ ચુકી છે. એટલા માટે તેમની પાર્ટીના નેતાઓ આવું નિવેદન આપી રહ્યા છે.

પ્રિયંકા ગાંધીનો પતિ એક ભ્રષ્ટ વેપારી છે

પ્રિયંકા ગાંધીનો પતિ એક ભ્રષ્ટ વેપારી છે

સુશીલ મોદી પહેલા પણ પ્રિયંકા ગાંધી વિશે વિવાદિત નિવેદન આપી ચુક્યા છે. તેમને કહ્યું કે કોંગ્રેસ તે મહિલાને સક્રિય રાજનીતિમાં લઈને આવી છે તેનો પતિ એક ભ્રષ્ટ વેપારી છે. તેમને કહ્યું હતું કે આવું કરીને કોંગ્રેસ ખુશ થઇ રહી છે. તેમને કહ્યું કે પ્રિયંકા ગાંધીનો ચહેરો ઇન્દિરા ગાંધીને મળતો આવે છે, પરંતુ તે ઇન્દિરા ગાંધી ક્યારેય નહીં બની શકે.

પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવ્યા

પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવ્યા

આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ મહાસચિવ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમને પૂર્વી ઉત્તરપ્રદેશની કમાન સોંપવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નિર્ણયને કારણે ઘણા પાર્ટીના નેતાઓ જોશમાં છે, જયારે ભાજપ તેને વંશવાદની રાજનીતિ ગણાવી રહી છે.

English summary
Sushil Modi on Priyanka Gandhi: election not a beauty contest
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X