For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારના ડેપ્યૂટી સીએમ સુશીલ મોદી કોરોના પોઝિટિવ, પટના એમ્સમાં દાખલ

બિહારના ડેપ્યૂટી સીએમ સુશીલ મોદી કોરોના પોઝિટિવ, પટના એમ્સમાં દાખલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી કોરોના સંક્રમિત થઈ ગયા છે. સુશીલ મોદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને હવે પટનાના એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ચે. જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. સુશીલ મોદીએ ટ્વીટ કરી ખુદને કોરોના સંક્રમિત થઈ જવાની જાણકારી આપી છે. ટ્વીટ કરતા ભાજપ નેતાએ લખ્યું- મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારું સ્વાસ્થ્ય ઠીક છે અને બધી વસ્તુઓ સામાન્ય છે. પાછલા બે વર્ષથી મને સતત તાવ હતો. જે બાદ હું પટનાના એમ્સ હોસ્પિટલમાં દાખલ થઈ ગયો છું. ફેફસાંનો સીટી સ્કેન સામાન્ય છે. મને ઉમ્મીદ છે કે જલદી જ ચૂંટણી પ્રચાર માટે પાછો આવી જઈશ.

sushil modi

બિહારમાં હાલ જોરશોરથી ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. ત્યારે ભાજપના કેટલાય સીનિયર નેતા કોરોનાના લપેટામાં આવી ચૂક્યા છે. બુધવારે શાહનવાજ હુસૈને પોતાના ટ્વિટર હેન્ડલ પર ખુદ કોરોના સંક્રમિત હોવાની જાણકારી આપી હતી. શાહનવાજ હુસૈન એમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ છે. શાહનવાજના એક દિવસ બાદ સુશીલ મોદી પણ કોરોના પોઝિટિવ થઈ ગયા છે. રાજીવ પ્રતાપ રૂડી અને મંગલ પાંડેને પણ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ બંને નેતાઓની કોરોના રિપોર્ટની કોઈ જાણકારી નથી.

બિહાર ચૂંટણી 2020: કોંગ્રેસે જારી કર્યો ચૂંટણી ઢંઢેરો, કર્યાં આ વાયદાબિહાર ચૂંટણી 2020: કોંગ્રેસે જારી કર્યો ચૂંટણી ઢંઢેરો, કર્યાં આ વાયદા

બિહારમાં 28 ઓક્ટોબરે પહેલા તબક્કાનું મતદાન થનાર છે. એવામાં ભાજપ નેતા જેવી રીતે કોરોનાના લપેટામાં આવી રહ્યા ચે, તે નિશ્ચિત રૂપે પાર્ટી માટે ચિંતાની વાત છે. શાહનવાજ હુસૈન, રાજીવ પ્રતાપ રૂડી, સુશીલ મોદી અને મંગલ પાંડે ભાજપના પ્રચારક તરીકે બિહારમાં સતત રેલીઓ કરી રહ્યા હતા.

બિહારમાં 243 વિધાનસભા સીટ પર ચૂંટણી થઈ રહી છે. રાજ્યમાં ત્રણ તબક્કામાં ચૂંટણી છે. પહેલા તબક્કા માટે 28 ઓક્ટોબરે વોટિંગ થશે, જ્યારે બીજા તબક્કામાં 3 નવેમ્બરે ચૂંટણી થશે અને ત્રીજા તબક્કામાં 7 નવેમ્બરે ચૂંટણી થશે. પરિણામોનું એલાન 10 નવેમ્બરે થશે. પહેલા તબક્કામાં 71 સીટો પર, બીજા તબક્કામાં 94 અને ત્રીજા તબક્કામાં 78 વિધાનસભા સીટ પર ચૂંટણી કરાવવામાં આવશે. જણાવી દઈએ હાલ બિહારમાં એનડીએની સરકાર છે. આ ચૂંટણીમાં પણ એનડીએ અને રાજદ, કોંગ્રેસ વામપંથી દળોમાં મુખ્ય મુકાબલો માનવામાં આવી રહ્યો છે. ઉપરાંત લોજપા એનડીએથી બહાર થઈ ચૂંટણી લડી રહી છે. જ્યારે પપ્પૂ યાદવ અને ચંદ્રશેખર આઝાદે મોર્ચો બનાવ્યો છે. એક અન્ય મોર્ચો ઉપેન્દ્ર કુશવાહા અને અસાદુદ્દીન ઓવૈસીનો છે.

English summary
sushil modi tested covid 19 positive, admitted at AIIMS patna
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X