CM Race: હરિયાણામાં સુષ્મા અને મહારાષ્ટ્રમાં ફડણવીસનું નામ રેસમાં સૌથી આગળ
નવી દિલ્હી, 17 ઓક્ટોબર: એક્ઝિટ પોલના પરિણામ જો સાચા સાબિત થયા તો હરિયાણા અને મહારાષ્ટ્ર બંને રાજ્યોમાં ભાજપની સરકાર બનશે. પરંતુ આ સાથે જ અહી મોટો પ્રશ્ન એ છે કે જો ભાજપને બહુમત મળ્યો તો બંને રાજ્યોમાં મુખ્યમંત્રી કોણ હશે.
19 ઓક્ટોબરના રોજ ચૂંટણીના પરિણામો આવવાના છે. આનાથી પહેલાં ભાજપે બંને રાજ્યોમાં મુખ્યમંત્રી પદ માટે શોધ શરૂ થઇ ગઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં સીએમ પદ માટે દાવેદારોમાં દેવેન્દ્ર ફડણવીસ, પંકજા મુંડે, એકનાથ ખડસે, વિનોદ તાવડે કે પછી નિતિન ગડકરીનું નામ છે.
મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ દેવેન્દ્ર ફડણવીસની દાવેદારી સૌથી મજબૂત ગણવામાં આવે છે. 44 વર્ષના ફડણવીસ યુવા અને હોંશિયાર નેતા છે. વોર્ડ સંયોજકથી પ્રદેશ અધ્યક્ષ સુધીની રાજકીય સફર પાર પાડી ચૂકેલા ફડણવીસ સ્પષ્ટ છબિના નેતા છે. તેમની નબળાઇ એ છે કે તે જનનેતા નથી. બજેટ પર એક પુસ્તક લખી ચૂકેલા ફડણવીસ ભણેલા હોવાની સાથે પીએમ નરેન્દ્ર મોદીના અંગત પણ ગણવામાં આવે છે.

તમને જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં એક્ઝિટ પોલના સર્વે અનુસાર ભાજપ ગઠબંધનને કુલ 288માંથી 144, શિવસેનાને 77, કોંગ્રેસને 30, એનસીપીને 29, એમએનએસને ત્રણ અને અન્યને પાંચ સીટો મળવાનું અનુસાર છે.
સુષ્મા સ્વરાજ હોઇ શકે છે હરિયાણીની સીએમ
ભાજપના સૂત્રોના હવાલેથી મળતી માહિતી અનુસાર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ હરિયાણાના સીએમની રેસમાં સામેલ છે. સુષ્મા સ્વરાજનું ગૃહ રાજ્ય હરિયાણા છે.
ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસૈનનો દાવો છે કે મહારાષ્ટ્ર અને હરિયાણા જ નહી આગળ જતાં ઝારખંડમાં યોજાનાર ચૂંટણીમાં પણ ભાજપ જીત નોંધાવશે. હરિયાણા ભાજપમાં પણ મુખ્યમંત્રી પદના ઘણા દાવેદાર છે. આ દાવેદારોમાં કેપ્ટન અભિમન્યું, ચૌધરી વિરેન્દ્ર સિંહ, રાવ ઇંદ્રજીત સિંહ અને રામવિલાસ શર્મા જેવા રાજ્યના દિગ્ગજ નેતાનું નામ સામેલ છે.

તમણે જણાવી દઇએ કે એબીપી ન્યૂઝ-નીલ્સનના એક્ઝિટ પોલના અનુસાર હરિયાણામાં નરેન્દ્ર મોદીની લહેર સ્પષ્ટ જોઇ શકાય છે. એક્ઝિટ પોલના અનુસાર હરિયાણામં કુલ 90 સીટોમાં ભાજપને એકલા 54 સીટો મળવાનું અનુમાન છે. એટલે કે બહુમતથી 9 વધુ. ચૌટાલાની INLDને 22 સીટો મળવાનું અનુમાન છે. જ્યારે સત્તા પર બિરાજમાન કોંગ્રેસને ફક્ત 10 સીટો મળી શકે છે. કુલદીપ બિશ્નોઇની હરિયાણા જનહિત કોંગ્રેસને બે સીટો અને અન્યને બે સીટો મળવાનું અનુમાન છે.
ભાજપના સૂત્રોના અનુસાર મહારાષ્ટ્રમાં ચૂંટવામાં આવેલા ધારાસભ્યોમાંથી મુખ્યમંત્રીની પસંદગી થશે. મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો આવતાં પહેલાં ભાજપે મોટું નિવેદન આપ્યું છે. ભાજપે કહ્યું કે શિવસેના માટે અમારા દરવાજા ખુલ્લા છે.
શું મહારાષ્ટ્રમાં ફરી સાથે આવશે ભાજપ-શિવસેના?
આ પ્રશ્ન પર આરપીઆઇના અધ્યક્ષ રામદાસ આઠવલેએ કહ્યું કે બહુમત ન મળે તો પણ શિવસેનાની સાથે મળીને ભાજપ સરકાર બનાવશે. રામદાસ આઠવલેએ કહ્યું હતું કે આશા છે કે પૂર્ણ બહુમત મળશે પરંતુ ન મળે તો શિવસેના સાથે ગઠબંધન થવું જોઇએ.

એનસીપી નેતા નવાજ મલિકે કહ્યું કે તેમની પાર્ટીને એક્ઝિટ પોલના અનુમાનથી વધુ સીટો મળશે. એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે જો એનસીપીને પૂર્ણ બહુમત ન મળે તો તેના માટે પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ જવાબદાર છે.












Click it and Unblock the Notifications
