For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુષ્મા સ્વરાજનું મોટું એલાન, આવનારી લોકસભા ચૂંટણી નહીં લડે

કેન્દ્રીય મંત્રી અને ભાજપની દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજે એક મોટું એલાન કર્યું છે. ઇન્દોરમાં એક પ્રેસ વાર્તા દરમિયાન સુષ્મા સ્વરાજે વર્ષ 2019 લોકસભા ચૂંટણી નહીં લડવાની ઘોષણા કરી છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય મંત્રી અને ભાજપની દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજે એક મોટું એલાન કર્યું છે. ઇન્દોરમાં એક પ્રેસ વાર્તા દરમિયાન સુષ્મા સ્વરાજે વર્ષ 2019 લોકસભા ચૂંટણી નહીં લડવાની ઘોષણા કરી છે. તેમને જણાવ્યું કે સ્વાસ્થ્ય કારણોસર તેમને આ નિર્ણય લીધો છે. આ અંગે તેમને પાર્ટીને પણ વાત કરી છે. સુષ્મા સ્વરાજે કહ્યું કે તેમનો પોતાનો નિર્ણય લઇ લીધો છે, હવે પાર્ટીએ અંતિમ નિર્ણય લેવાનો છે. ખરેખર મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે સુષ્મા સ્વરાજ હાલમાં મધ્યપ્રદેશમાં છે. આ પ્રચાર અભિયાન દરમિયાન સુષ્મા સ્વરાજ મંગળવારે ઇન્દોર પહોંચી. તેમને અહીં આવનારી લોકસભા ચૂંટણી નહીં લડવા માટે પણ જણાવ્યું છે.

આ પણ વાંચો: ચૂંટણી કેમ્પેઇનમાં પીએમ મોદી ઉપરાઉપરી 25 જનસભાઓ કરી શકે છે

આવનારી ચૂંટણી નહીં લડે

આવનારી ચૂંટણી નહીં લડે

સુષ્મા સ્વરાજ મધ્યપ્રદેશની વિદિશા લોકસભા સીટથી સાંસદ છે. છેલ્લા કેટલાક મહિનાથી ચર્ચા હતી કે સુષ્મા સ્વરાજ સ્વાસ્થ્ય કારણોસર આવનારી લોકસભા ચૂંટણી નહીં લડે. હવે તેમને જાતે આ બાબતે એલાન કરી દીધું છે. ઇન્દોરમાં આ એલાન સાથે જ સુષ્મા સ્વરાજે પીએમ મોદીના ખુબ જ વખાણ કર્યા. તેમને મધ્યપ્રદેશ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના પણ વખાણ કર્યા. સુષ્મા સ્વરાજે કહ્યું કે કેન્દ્રં અને રાજ્ય સરકાર ખુબ જ સારું કામ કરી રહી છે.

સ્વાસ્થ્ય કારણોસર આ નિર્ણય લીધો

આપને જણાવી દઈએ કે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું સ્વાસ્થ્ય છેલ્લા કેટલાક મહિનાથી સારું નથી ચાલી રહ્યું. તેમને સ્વાસ્થ્ય કારણોસર ઘણીવાર હોસ્પિટલ પણ જવું પડ્યું છે. તેમ છતાં આ દરમિયાન તેમને પોતાના વિદેશમંત્રીનું કાર્ય પૂરું કર્યું. હવે તેમની ચૂંટણી નહિ લડવાની જાહેરાત પછી એવી આશા રાખવામાં આવી રહી છે કે ભાજપા તેમને રાજ્યસભામાં મોકલી શકે છે.

સોશ્યિલ મીડિયા પર એક્ટિવ

સોશ્યિલ મીડિયા પર એક્ટિવ

કેન્દ્ર સરકારમાં સુષ્મા સ્વરાજની છબી ખુબ જ તેઝ માનવામાં આવે છે. તેઓ હંમેશા સોશ્યિલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેને કારણે તેમની લોકપ્રિયતા પણ ઘણી વધી છે. ટ્વિટર ઘ્વારા સુષ્મા સ્વરાજે ઘણા લોકોને મદદ પણ કરી .છે એટલું જ નહીં સંયુક્ત રાષ્ટ્રનું મંચ હોય કે પછી કોઈ ગ્લોબલ મંચ, સુષ્મા સ્વરાજે ખુબ જ બેબાક અંદાઝમાં ભારતનો પક્ષ રાખ્યો છે.

સુષ્મા સ્વરાજના રાજનૈતિક કરિયર પર એક નજર

સુષ્મા સ્વરાજના રાજનૈતિક કરિયર પર એક નજર

સુષ્મા સ્વરાજના રાજનૈતિક કરિયર પર નજર કરવામાં આવે તો વર્ષ 1977 દરમિયાન 25 વર્ષની ઉંમરમાં તેઓ પહેલીવાર કેબિનેટ મંત્રી બન્યા. તેઓ સૌથી નાની ઉંમરના કેબિનેટ મંત્રી બન્યા. સુષ્મા સ્વરાજ હાલમાં મોદી સરકારમાં કેન્દ્રીય વિદેશ મંત્રીનું પદ સંભાળી રહ્યા છે. આ પહેલા પણ તેઓ અટલ બિહારી વાજપેયી સરકારમાં કેન્દ્રીય મંત્રી રહ્યા હતા. વર્ષ 2009 દરમિયાન પહેલીવાર તેઓ ભાજપ ઘ્વારા સંસદમાં વિપક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. સુષ્મા સ્વરાજ દિલ્હીના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે.

English summary
Sushma Swaraj announced not to contest next loksabha elections madhya pradesh assembly elections 2018
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X