For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇ ગેંગરેપના દોષિઓને આપો ફાંસી : સુષમા સ્વરાજ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 : મુંબઇમાં છેલ્લા ઘણા સપ્તાહથી એક યુવાન મહિલા ફોટો પત્રકાર સાથે થયેલા દુષ્કર્મની સાથે સામુહિક બળાત્કારને લઇને આજે લોકસભામાં સભ્યોએ ઊંડી નારાજગી વ્યક્ત કરી અને ઘણા લોકોએ તો દોષિઓને ફાંસી આપી દેવાની હિમાયત કરી. ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ આશ્વાસન આપ્યું કે આરોપીઓની સામે ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે.

વિપક્ષની નેતા સુષમા સ્વરાજે જણવ્યું કે આ અપરાધના દોષીઓની સામે કેસની કોઇ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે દિલ્હીમાં ગયા વર્ષે 16 ડિસેમ્બરના રોજ થયેલા સામુહિક બળાત્કારના આરોપીઓને હજી સુધી સજા મળી નથી. સુષમા સ્વરાજે ઉગ્ર અવાજ સાથે જણાવ્યું કે આપ આવી ઘટનાના એક અથવા બે દોષીઓને ફાંસીના માંચડે લટકાવી દો, આવી ઘટનાઓ થતી બંધ થઇ જશે. તેમની આ વાતનું ઘણા અન્ય દળો અને સભ્યોએ સમર્થન કર્યું.

sushma swaraj
શિંદેએ આશ્વાસન આપ્યું કે મહારાષ્ટ્ર સરકાર આ અપરાધની તપાસ પૂરી કરવા અને આરોપીઓ પર યોગ્ય તપાસ હાથ ધરવાનું આશ્વાસન આપ્યું હતું. તેમણે ગૃહને જણાવ્યું કે તમામ પાંચેય બળાત્કારના આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

દક્ષિણ મુંબઇમાં 22 ઑગસ્ટના રોજ 22 વર્ષી ફોટો પત્રકારની સાથે સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. તબીબી અને ફોરેંસિક તપાસ થઇ ચૂકી છે. ઘટનાસ્થળની તપાસ કરી લેવામાં આવી છે. ઘટનાસ્થળથી પુરાવા એકત્ર કરી લેવામાં આવ્યા છે.

English summary
Sushma Swaraj demands Death sentence for Mumbai's photo journalist rape case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X