વડાપ્રધાન પદ માટે સુષ્મા સ્વરાજ લાયક છે- દિગ્વિજય સિંહ

સુષ્મા સ્વરાજમાં લાયકાત છે કે તે વડાપ્રધાન બને. મને અચરજ થાય છે કે ભાજપમાં બધા મોદી-મોદી બૂમો પાડે, કોઇને તેમની ચિંતા નથી. આ ચક્કરમાં સુષ્મા સ્વરાજે પણ ગુજરાતમાં કહેવું પડ્યું હતું નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન પદના ઉમેદવાર છે. સુષ્મા સ્વરાજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેય જેવી ઉદાર છબિ અને પ્રખર વ્યક્તિતત્વની માલકિણ છે માટે જો તે વડાપ્રધાન બને તો ભાજપ સિવાય અન્ય પક્ષોને પણ તેમનાથી કોઇ સમસ્યા નહી હોય.
અત્રે ઉલ્લેખનીય છે દિગ્વિજય સિંહે સુષ્મા સ્વરાજના વખાણ કરતાં જ ગયા પરંતુ સુષ્મા સ્વરાજ તેમની આ હરકતની ઘણા નારાજ થઇ ગયા હતા. તેમને કહ્યું હતું કે દિગ્વિજય સિંહ તો ગમે ત્યારે ઝધડાવી શકે છે. મે ક્યારેય કહ્યું નથી કે નરેન્દ્ર મોદી પીએમ પદના ઉમેદવાર છે, મેં તો ફક્ત એટલું જ કહ્યું છે કે વડાપ્રધાન પદના લાયક છે.
દિગ્વિજય સિંહ મારા પર આટલા કેમ મહેરબાન છે, તે વિચારવા જેવી વાત છે. ગમે તેની પ્રશંસા કરી લોકો વચ્ચે ઝઘડો કરવી શકે છે. તેમને મારી પ્રશંસા કરી ભાજપમાં ફૂટ પાડવાની કોશિશ કરી છે પરંતુ તે ક્યારેય સફળતા મેળવી શકશે નહી.












Click it and Unblock the Notifications
