સુષમાએ કર્યા મોદીના ભરપેટ વખાણ, કોંગ્રેસને આડેહાથ લીધી

પટના, 29 એપ્રિલઃ ભાજપના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજે નરેન્દ્ર મોદીના નેતૃત્વના જોરદાર વખાણ કર્યા છે. એટલું જ નહીં સુષમાએ દાવો કર્યો છેકે દેશને કોંગ્રેસના કુશાસનથી માત્ર તેમની પાર્ટી જ બહાર કાઢી શકે છે. સુષમાએ કહ્યું કે કોંગ્રેસ શાસનથી લોકોમાં હતાશા અને નિરાશા છે.

sushma-swaraj-ls-bihar
સોમવારે પાર્ટી ઉમદેવાર હુકુમદેવ નારાયણ યાદવના સમર્થનમાં મધુબનીના બેનીપટ્ટીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા સુષમાએ કહ્યું કે, અમને ગર્વ છેકે અમે નરેન્દ્ર મોદીને ભાજપના પીએમ પદના ઉમેદવાર બનાવ્યા છે. તેમની નેતૃત્વ ક્ષમતા જોરદાર છે. સુષમાએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસની યુપીએ સરકારા 10 વર્ષ કુશાસનવાળા રહ્યા છે. આજે દેશ હતાશા અને નિરાશામાંથી પસાર થઇ રહ્યો છે.

લોકસભા ચૂંટણી દરમિયાન બિહારમાં પોતાની પહેલી ચૂંટણી રેલી કરવા આવેલા સુષમા સ્વરાજે પ્રદેશમાં ભાજપના મુખ્યમંત્રીઓના પણ વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં માત્ર ભાજપના મુખ્યમંત્રીઓ સુશાસન આપી શક્યા છે અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ દેશ આ નિરાશાજનક પરિસ્થિતિઓમાંથી બહાર નિકળી શકે છે. કોંગ્રેસ સરકારની અસફળતાઓ અંગે તેમણે કહ્યું કે, 10 વર્ષના શાસનમાં કોંગ્રેસની સફળતા મોંઘવારી, ભ્રષ્ટાચાર, ખેડૂતોની સ્થિતિ, પાકિસ્તાન સામે ઝુકવામાં અને વ્યાપારિક મંદીમાં છે.

તેમણે હુકુમદેવ નારાયણ યાદવને સંકટ મોચક ગણાવ્યા છે અને કહ્યું કે, તેઓ લોકસભામાં વિપક્ષી નેતા તરીકે જ્યારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે હુકુમદેવ નારાયણ યાદવ પાસે જાય છે, તેઓ એકપણ કાગળ જોયા વગર કલાકો સુધી ખેડૂતો અને શ્રમીકો સાથે જોડાયેલા વિષયો પર વાતો કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X