For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અડવાણી નારાજ નથી, બધુ બરોબર છે: સુષ્મા સ્વરાજ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર: નરેન્દ્ર મોદીને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા અને પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહના કામકાજમી પદ્ધતિથી નારાજ લાલકૃષ્ણ અડવાણીને મળવા સુષ્મા સ્વરાજ, અનંત કુમાર અને બલવીર પુંજ આજ તેમના ઘરે ગયા. મુલાકાત બાદ સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે અડવાણીજી નારાજ નથી બધુ બરોબર છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સુષ્મા સ્વરાજ, અનંત કુમાર અને બલવીર પુંજ આઘાત અનુભવી રહેલા અડવાણીને શાંત્વન આપવા માટે તેમને મળવા ગયા, જે તેમનો વાંધો હોવાછતાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાથી ઘણા નારાજ છે.

sushma-speech

લાલકૃષ્ણ અડવાણીને મળ્યા બાદ સુષ્મા સ્વરાજે સંવાદદાતાઓ સાથેની વાતચીત દરમિયાન દાવો કર્યો હતો કે કોઇ નારાજ નથી. તેમને આ વાતથી પણ મનાઇ કરી હતી કે રાજનાથને લખેલા અડવાણીના પત્રમાં કોઇ ચર્ચા કરવામાં આવી નથી. અડવાણીના વિરોધ છતાં ભાજપે ગઇકાલે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી દિધા. આ મુદ્દે અડવાણીએ પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહને લખેલા પત્રમાં તેમના કામકાજની પદ્ધતિ પર પોતાની પીડા વ્યક્ત કરી હતી.

પત્રમાં તેમને કહ્યું હતું કે તમે મારા ઘરે આવ્યા (ગઇકાલે) સંસદીય બોર્ડની બેઠક વિશે મને જાણ કરવા આવ્યા ત્યારે મેં તમને તમારા કામકાજની પદ્ધતિ પર મારી પીડા અને નિરાશા વિશે જણાવ્યું હતું, અડવાણીએ કાલે થયેલી પાર્ટીની સંસદીય બોર્ડની બેઠકમાં પણ ન ગયા, જેમાં મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો.

English summary
A day after the BJP made the big announcement, efforts were on from senior BJP leaders to pacify LK Advani, who had missed the party meeting on Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X