For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉ કોલેજમાં શરૂ થઈ હતી સુષ્મા અને સ્વરાજની પ્રેમ કહાની

લૉ કોલેજમાં શરૂ થઈ હતી સુષ્મા અને સ્વરાજની પ્રેમ કહાની

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ભલે 2019ની ચૂંટણી નથી લડી રહ્યાં, પરંતુ તેઓ રાજનીતિમાં સક્રિય રહેશે, તેમણે ખુદ ટ્વિટર પર લખ્યું હતું કે હું રાજનીતિથી રિટાયર નથી થઈ રહી, માત્ર સ્વાસ્થ્યના કારણોસર 2019ની ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. સુષ્મા સ્વરાજનો ચૂંટણી ન લડવાના નિર્ણયને પગલે વિરોધી દળો વિવિધ અટકળો લગાવી રહ્યા છે તો બીજી બાજુ એમના પતિ સ્વરાજ કૌશલે આ વિશે અતિ દિલચસ્પ પ્રતિક્રિયા આપી છે.

સુષ્માના ફેસલા પર ખુશ થયા પતિ સ્વરાજ, લખી દિલની વાત

સુષ્માના ફેસલા પર ખુશ થયા પતિ સ્વરાજ, લખી દિલની વાત

હંમેશા પોતાની પત્ની સુષ્મા સ્વરાજને ટ્વિટર પર હેરાન કરનાર સ્વરાજે આ વખતે રોમાન્ટિક અંદાજમાં બધાને ચોંકાવી દીધા છે, તેમણે સુષ્મા સ્વરાજના ફેસલાનું સ્વાગત કરતા થેન્ક યૂ કહ્યું છે. એમણે આ વખતે એક પછી એક ટ્વીટ કર્યાં, એમણે લખ્યું કે મેડમ ચૂંટણી ન લડવાના તમારા ફેસલા માટે તમારો ખુબ ખુબ ધન્યવાદ, મને યાદ છે કે એક સમય બાદ મિલ્ખા સિંહે પણ ભાગવું બંધ કરી દીધું હતું.

સુષ્મા સ્વરાજ અને સ્વરાજ કૌશલે પ્રેમ લગ્ન કર્યાં હતાં

સુષ્મા સ્વરાજ અને સ્વરાજ કૌશલે પ્રેમ લગ્ન કર્યાં હતાં

જણઆવી દઈએ કે તેજ-આક્રમક અને લોકપ્રિય નેતાઓમાં સામેલ સુષ્મા સ્વરાજ અને સ્વરાજ કૌશલના પ્રેમ લગ્ન થયાં હતાં, અને બંનેની પ્રેમ કહાની કોલેજના દિવસોમાં શરૂ થઈ હતી, બંનેની સોચ, વિચાર અને સિદ્ધાંતોમાં ઘણો તફાવત હતો પરંતુ કહેવાય છેને કે અપોઝિટ નેચર વાળા લોકોમાં જ આકર્ષણ પેદા થાય છે, આવું જ થયું સુષ્મા સ્વરાજ અને સ્વરાજ કૌશલની સાથે, બંનેની મુલાકાત પંજાબ યૂનિવર્સિટીના ચંદીગઢના લૉ ડિપાર્ટમેન્ટમાં થઈ હતી.

સુષ્મા-સ્વરાજનો સંબંધ લોકો માટે મિસાલ સલમાન

સુષ્મા-સ્વરાજનો સંબંધ લોકો માટે મિસાલ સલમાન

સુષ્મા હિન્દીના તો સ્વરાજ ઈંગ્લિશના મહારથી હતા પરંતુ બંનેની જુગલબંધી થઈ ગઈ અને આજે આ રિલેશન બંને માટે મિસાલ છે. બંનેએ 13 જુલાઈ 1975ના રોજ લગ્ન કર્યાં હતાં, પ્રેમ લગ્ન માટે તેમણે પણ ઘટા પાપડ પેલવા પડ્ય હતા કેમ કે આ એવો સમય હતો જ્યારે હરિયાણાની કોઈ છોકરી માટે પ્રેમ લગ્ન માટે વિચારવું જ મોટી વાત હતી. પરંતુ માત્ર 25 વર્ષી ઉંમરમાં કેબિનેટ મંત્રી બનનાર સુષ્માએ આ સાહસ કર્યું અને સાથે મિસાલ પણ બન્યાં, તેમને બંનેને બાંસુરી નામની એક દીકરી પણ છે.

સુષ્મા સ્વરાજનો જન્મ

સુષ્મા સ્વરાજનો જન્મ

જણાવી દઈએ કે દિલ્હીના પહેલા મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવનાર સુષ્મા સ્વરાજનો જન્મ 14 ફેબ્રુઆરી 1952ના રોજ થયો હતો, સુષ્મા સ્વરાજ ત્રણ વાર રાજ્યસભાના સભ્ય અને પોતાના ગૃહ હરિયાણાના વિધાનસભામાં બે વાર સભ્ય રહી ચૂક્યાં છે, અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ વાળી સરકારમાં તેમણે સૂચના પ્રસારણ મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય, સંસદીય કાર્ય મંત્રી સહિતના વિવિધ મંત્રાલયોની જવાબદારી કેબિનેટ મંત્રી તરીકે સંભાળી હતી.

સ્વરાજ કૌશલનો જન્મ

સ્વરાજ કૌશલનો જન્મ

જ્યારે સ્વરાજ કૌશલનો જન્મ 12 જુલાઈ 1952ના રોજ થયો હતો. સ્વરાજ કૌશલ સુપ્રીમ કોર્ટના નામી ક્રિમિનલ લોયર છે. એમનાં પત્ની દેશના વિદેશ મંત્રી છે, છતાં તેઓ રાજનૈતિક પ્લેટફોર્મ પર તેમની સાથે બહુ ઓછા જોવા મળે છે. સ્વરાજ કૌશલનો ભાજપ સાથે કોઈ લેવા-દેવા નથી.

37 વર્ષની ઉંમરે મિઝોરમના ગવર્નર બન્યા

37 વર્ષની ઉંમરે મિઝોરમના ગવર્નર બન્યા

સ્વરાજ 37 વર્ષની ઉંમરમા જ મિઝોરમના ગવર્નર બન્યા હતા. આટલી નાની ઉંમરમાં કોઈપણ ગવર્નર નહોતું બન્યું, તેમણે જ પૃથકતાવાદી મિઝો અને કેન્દ્ર વચ્ચે સમજૂતી કરાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. સ્વરાજ કૌશલ વર્ષ 2000માં રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા હતા. ઈમરજન્સી દરમિયાન એમણે જ્યોર્જ ફર્નાન્ડીઝના પક્ષમાં ડાયનામાઈટ કેસમાં કેસ લડ્યા હતા.

તેલંગાણાના સૌથી અમીર સાંસદની રાહુલ ગાંધી સાથે મુલાકાત, કોંગ્રેસમાં જોડાશે તેલંગાણાના સૌથી અમીર સાંસદની રાહુલ ગાંધી સાથે મુલાકાત, કોંગ્રેસમાં જોડાશે

English summary
Sushma Swaraj's announcement that she won't contest the next year's Lok Sabha elections, her husband Swaraj Kaushal today thanked Sushma for her decision.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X