
સુષ્મા સ્વરાજની આ 5 હકીકતો વિશે તમે બિલકુલ નથી જાણતા
માત્ર 67 વર્ષની ઉંમરમાં દેહ ત્યાગ કરી ચૂકેલ સુષ્મા સ્વરાજના નિધનના સમાચાર બાદ સમગ્ર દેશ હજુ પણ શોકમાં છે. બુધવારે દીકરી બાંસુરી સ્વરાજે તેમને મુખાગ્નિ આપી અને આજે તેમની અસ્થિઓના વિસર્જન માટે ગઢમુક્તેશ્વર લઈ જવામાં આવશે. સુષ્મા સ્વરાજના અચાનક અને અસામયિક મોત બાદથી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર શ્રદ્ધાંજલિ આપનારા લોકોનુ પૂર આવી ગયુ પરંતુ ઘણા ઓછા લોકોને તેમના અને પરિવાર વિશે વધારે ખબર હશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા પિતા હરદેવ શર્મા
હરિયાણાના અંબાલામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય સભ્ય હરદેવ શર્માના ઘરમાં જન્મેલા સુષ્મા સ્વરાજનું બાળપણ સંઘના વિચારોથી ઓતપ્રોત રહ્યુ. ભારત-પાકિસ્તાન ભાગલા બાદ લાહોરના ધર્મપુરાથી નિર્વાસિત થઈને અંબાલામાં વસેલા પિતા હરદેવ શર્માના પાલનપોષણની અસર હતી કે સુષ્મા સ્વરાજના પગલા રાજકીય ગલીઓ તરફ વળી ગયા.
ટ્વીટર પર સુષ્મા સ્વરાજના લગભગ 13 મિલિયન ફોલોઅર્સ છે જે એ વાતનુ પ્રમાણ છે કે તે કેટલા મોટા નેતા હતા અને લોકો તેમને કેટલુ પસંદ કરતા હતા. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં વિદેશ મંત્રી રહી ચૂકેલા સુષ્મા સ્વરાજ સૌથી વધુ લોકપ્રિય રહ્યા. તેમના બાદ બીજા લોકપ્રિય નેતા હતા નિતિન ગડકરી જેમના ટ્વીટરમાં લગભગ 5.4 મિલિયન ફોલોઅર્સ છે.

આયુર્વેદ ચિકિત્સક છે ભાઈ
ડૉ. ગુલશન શર્માના પિતા હરદેવ શર્મા અને મા લક્ષ્મી દેવીના ત્રણ સંતાનોમાંથી એક સુષ્મા સ્વરાજના ભાઈ ડૉ. ગુલશન શર્મા એક આયુર્વેદિક ચિકિત્સક છે અને આજે પણ અંબાલામાં રહે છે. ટ્વીટર પર તેમના બાળપણનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં સુષ્મા સ્વરાજ પોતાના ભાઈ સાથે સાઈકલ પર પાછળ બેઠેલા છે.
મહિલા કોલેજમાં પ્રોફેસર છે બહેન
વંદના શર્મા રાજકીય વિજ્ઞાનમાં એમએ અને પીએચડી સુષ્મા સ્વરાજના બહેન પ્રો. વંદના શર્મા હરિયાણાની એક મહિલા કોલેજમાં એસોસિએટ પ્રોફેસર છે. પ્રો. વંદના શર્મા પણ ભાજપની ટિકિટ પર હરિયાણામા વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે જેમાં તે બહુ ખરાબ રીતે હારી ગયા હતા. પ્રો. વંદના શર્મા એક અપક્ષ ઉમેદવારથી માત્ર 1422 મતોથી હારી ગયા જે હરિયાણામાં એક પોલ્ટ્રી ફાર્મ ચલાવતા હતા.
આ પણ વાંચોઃ આર્ટિકલ 370: મોટા આતંકવાદી હુમલાનુ ષડયંત્ર રચી રહ્યા છે આતંકી, 7 રાજ્યોમાં હાઈ એલર્ટ

બોલવામાં અટકે છે સ્ટ્રોક પીડિત વકીલ દીકરી બાંસુરી
સુષ્મા સ્વરાજ અને સ્વરાજ કૌશલની એકમાત્ર સંતાન બાંસુરી સ્વરાજને 31 વર્ષની ઉંમરે એક સ્ટ્રોકનો સામનો કરવો પડ્યો જેના કારણે તેને બોલવામાં થોડી મુશ્કેલી થાય છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીથી સ્નાતર બાંસુરી સ્વરાજ હાલમાં પિતા સ્વરાજ કૌશલ સાથે દિલ્લી હાઈકોર્ટમાં વકીલાત કરે છે. આ પહેલા તે લગભગ 7 વર્ષો સુધી આઈપીએલમાં પ્રતિનિધિ તરીકે નિયુક્ત હતી.
મિઝોરમના રાજ્યપાલ રહી ચૂક્યા છે પતિ સ્વરાજ કૌશલ
ક્રિમિનલ લૉયર સ્વરાજ કૌશલ અને દિવંગત સુષ્મા સ્વરાજ વર્ષ 1975માં લગ્નના બંધનમાં બંધાયા હતા. માત્ર 34 વર્ષની વયે ભારતના સૌથી યુવા એડવોકેટ જનરલ બનેલા સ્વરાજ કૌશલ વર્ષ 1990થી 1993 સુધી મિઝોરમના રાજ્યપાલ રહ્યા. સ્વરાજ કૌશલ વર્ષ 1998થઈ 2004 વચ્ચે સંસદ સભ્ય પણ રહી ચૂક્યા છે. હાલમાં સીનિયર વકીલ સ્વરાજ કૌશલ સુપ્રીમ કોર્ટમાં પ્રેકટીસ કરી રહ્યા છે.