For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા

દુષ્કર્મના આરોપમાં દેશ છોડીને ભાગેલા સ્વામી નિત્યાનંદનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે કહે છે કે મને કોઈ અડી પણ નહિ શકે.

|
Google Oneindia Gujarati News

દુષ્કર્મના આરોપમાં દેશ છોડીને ભાગેલા સ્વામી નિત્યાનંદનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં નિત્યાનંદ એ કહેતા સાંભળી શકાય છે કે, 'મને કોઈ અડી પણ નહિ શકે, હું પરમ શિવા છુ.' તે આમાં કહી રહ્યા છે કે, 'આખી દુનિયા ભલે તેમની વિરુદ્ધ છે પરંતુ કોઈ અડી નહિ શકે.'

‘આખી દુનિયા મારી વિરુદ્ધ'

‘આખી દુનિયા મારી વિરુદ્ધ'

વીડિયોમાં તે આગળ કહે છે, ‘આખી દુનિયા મારી વિરુદ્ધ છે, હું સત્ય અને હકીકત બતાવીને તમારા પ્રત્યે ઈમાનદારી બતાવીશ. હવે મને કોઈ અડી પણ નહિ શકે, તમને કહી રહ્યો છુ કે હું પરમ શિવા છુ.'

કોર્ટ વિશે શું કહ્યુ?

કોર્ટ વિશે શું કહ્યુ?

આ બાબાએ વીડિયોમાં કોર્ટ વિશે પણ કહ્યુ છે. તે કહે છે, ‘કોઈ કોર્ટ મને સત્ય પ્રકાશમાં લાવવા મમાટે દોષી ન ગણાવી શકે. હું પરમ શિવા છુ.' તમને જણાવી દઈએ કે ભારત સરકારે નિત્યાનંદનો પાસપોર્ટ રદ કરી દીધો છે. આ અંગેની માહિતી વિદેશ મંત્રાલયે આપી છે.

આ પણ વાંચોઃ ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપોઆ પણ વાંચોઃ ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો

નવો દેશ બનાવવાનુ એલાન

નવો દેશ બનાવવાનુ એલાન

તમને જણાવી દઈએ કે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એ કહેવામાં આવી રહ્યુ છે કે નિત્યાનંદે દક્ષિણ અમેરિકી દેશ ઈક્વાડોરમાં એક દ્વીપ ખરીદીને નવો દેશ બનાવવાનુ એલાન કર્યુ છે. તેણે આ દેશનુ નામ કૈલાસા રાખ્યુ છે. વિદેશ મંત્રાલયના પ્રવકતાનુ કહેવુ છે કે મંત્રાલયે વિદશોમાં સ્થિત બધા મિશનો અને પોસ્ટોને નિત્યાનંદ વિશે સતર્ક કરી દીધા છે.

દુષ્કર્મનો કેસ નોંધાયો

દુષ્કર્મનો કેસ નોંધાયો

આ સાથે જ ઈક્વાડોરના રાજદૂતે એ બધા સમાચારોને ફગાવી દીધા છે જેમાં નિત્યાનંદને ઈક્વાડોર દ્વારા શરણ આપવાની વાત કહેવામાં આવી છે. નિત્યાનંદ સામે કર્ણાટકમાં દુષ્કર્મનો કેસ નોંધાયો હતો જે બાદ તે દેશ છોડીને ભાગી ગયો. રેપની ઘટના બેંગલુરુ પાસેના એક આશ્રમની છે. હવે આ ઘટનાનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

English summary
swami nithyananda said no one can touch me and i am shiva in viral video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X