For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી પીએમ બન્યા તો જરૂર બનશે રામ મંદિરઃ સ્વામી

By Super
|
Google Oneindia Gujarati News

subramanian-swamy
નવીદિલ્હી, 22 જુલાઇઃ એક તરફ ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ એવું કહી રહ્યાં છે કે, રામ મંદિર તેમના માટે મુખ્યમુ્દ્દો નથી તો બીજી તરફ ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએના વરિષ્ઠ નેતા અને જનતાદળના પ્રમુખ સુબ્રમણ્યન સ્વામી રામ મંદિરને મુખ્ય મુદ્દો ગણાવી રહ્યાં છે. તેમણે 2014માં લોકસભા ચૂંટણી માટે એનડીએને જીતનો મંત્ર આપતા કહ્યું કે, હિન્દુ મતોને એકઠાં કરો અને મુસ્લિમ મતોનું વિભાજન કરો તો જીત મળશે.

આજતકને આપેલા ખાસ ઇન્ટરવ્યુમાં સુબ્રમણ્યને કહ્યું કે, શિયા મુસ્લિમ એનડીએ સાથે છે. તેમણે કહ્યું કે, આવું રાજકારણ શા માટે ના થવું જોઇએ. પાકિસ્તાનમાં શિયા સાથે અન્યાય થઇ રહ્યો છે? આપણે ત્યાં 80 ટકા હિન્દુઓ છે અને જો 14 ટકા મુસલમાનમાંથી 7 ટકા મુસલમાન અમારી સાથે આવી જાય તો પણ એ ખતરનાક કેવી રીતે થઇ જશે. અમે મુસલમાનોને મનાવવા માગીએ છીએ અને આજે શિયા અને અન્ય મુસલમાન અમારી સાથે છે. આજે મુસ્લિમ સમુદાય વિભાજિત થઇ ગયા છે.

મોદીએ પોતાને હિન્દુ રાષ્ટ્રવાદી શા માટે કહ્યાં તે અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન અંગે સુબ્રમણ્યન સ્વામીએ કહ્યું કે, મોદીને કોઇએ પ્રશ્ન પૂછ્યો હતો કે શું તમે હિન્દુ રાષ્ટ્રવાદી છો, તો તેમણે કહ્યું કે, હું હિન્દુ પણ છું અને રાષ્ટ્રવાદી પણ છું, તેથી હિન્દુ રાષ્ટ્રવાદી છું. મોદીએ આવું નિવેદન આપ્યું હતું.

અયોધ્યામાં રામ મંદિર બનાવવા અંગેના અમિત શાહના નિવેદન પર સુબ્રમણ્યન સ્વામીએ કહ્યું કે, રામ મંદિર ભાજપ અને એનડીએના એજેન્ડામાં પહેલાથી જ છે. ભાજપ અને એનડીએમાં કોઇ તફાવત નથી. બન્નેનો એક જ મત છે. મંદિર તો બનવાનું જ છે, હું તો કહું છું કે આ હિન્દુસ્તાનનો એજેન્ડા છે. એનડીએનું દાયિત્વ તો માત્ર તેને નિભાવવાનું છે.

અન્ય એક પ્રશ્નના જવાબમાં સ્વામીએ કહ્યું કે, જો 2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા તો ભાજપ અયોધ્યામાં રામ મંદિર બનાવશે. તે કાયદા અનુસાર મંદિર બનાવશે અને મુસલમાનોને પણ મનાવશે.

English summary
Janata Party President Subramanian Swamy may now just be a breath away from merging his one-man party with the Modi fied BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X